News Continuous Bureau | Mumbai
મુંબઈના મુલુંડ પરામાં(Mulund suburb) એક હાઉસિંગ સોસાયટીના(Housing Society) બે સભ્યોએ કથિત રીતે બિલ્ડિંગના પગથિયા પર પેશાબ કરતા 9 વર્ષના છોકરાના સીસીટીવી ફૂટેજ (CCTV footage) મેળવ્યા હતા અને બાદમાં રહેવાસીઓના વોટ્સએપ ગ્રુપમાં(WhatsApp group) વીડિયો શેર કરતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ વીડિયો શેર કરવા બદલ ગુનો નોંધ્યો છે.
મીડિયામાં આવેલા અહેવાલ મુજબ મુલુંડ(પૂર્વ) એક હાઉસિંગ સોસાયટીના સેક્રેટરી અને સભ્યએ ગયા અઠવાડિયે પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્યુઅલ ઓફેન્સ(Protection of Children from Sexual Offences) (POCSO) એક્ટની સંબંધિત જોગવાઈઓ હેઠળ નોંધાયેલા કેસમાં આગોતરા જામીન મેળવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : BMCના સ્વિમિંગ પૂલમાં મેમ્બરશિપ મેળવવી એકદમ સરળ- કરવું પડશે આ કામ
સોસાયટીના આ સભ્યોએ કથિત રૂપે બિલ્ડિંગની સીડી પર પેશાબ કરતા નવ વર્ષના છોકરાના સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા અને બાદમાં રહેવાસીઓના મેસેજિંગ જૂથોમાં વીડિયો શેર કર્યો હતો.
છોકરાની માતાએ પોલીસનો સંપર્ક કર્યો હતો અને મીડિયામાં બાળકની ગોપનીયતાનું ઉલ્લંઘન(Violation of child privacy) કરતી ટિપ્પણીઓ, ફોટા અથવા અહેવાલો પોસ્ટ કરવા સહિત પોક્સો એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
