ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 ઓક્ટોબર, 2021
બુધવાર
જન્મદિવસ દરેક વ્યક્તિ માટે ખાસ હોય છે. બધા પોતાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવીને યાદગાર બનાવવા માગે છે. કેટલીકવાર આવી ઇચ્છા મુશ્કેલી પણ ઉભી કરી શકે છે. મુંબઈમાં એક શખ્સે 550 કેક કાપીને તેનો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો.
તેણે 550 કેક તેના ઘરે કે કોઈ રેસ્ટોરન્ટમાં નથી કાપી. આ માટે કાંદિવલી વેસ્ટ રેલવે સ્ટેશનને પસંદ કર્યું. જેનો વીડિયો ભારે વાયરલ થયો છે. કંઇક અનોખું કરવાના ચક્કરમાં આ માણસ ભૂલી ગયો કે હજી કોરોનાનો પ્રકોપ સમાપ્ત થયો નથી.
લદ્દાખમાં તણાવ વચ્ચે ડ્રેગને ભારતને આપી ‘ધમકી’ કહ્યું-‘જો યુદ્ધ થશે તો કરવો પડશે હારનો સામનો’
સૂર્યા રતુડી નામના યુવકે પોતાનો જન્મદિવસ રેલવે સ્ટેશન પર 550 કેક કાપીને ઉજવી તેનો વીડિયો બનાવ્યો છે. હવે આ વિડીયો તેના માટે સમસ્યા ઊભી કરી શકે છે. કારણકે, વિડીયોમાં તેની સાથે ઘણા લોકો જોવા મળી રહ્યા છે. કોઈએ માસ્ક નથી પહેર્યા અને સ્પષ્ટપણે કોરોના નિયમોનું ઉલ્લંઘન કરતા દેખાઈ રહ્યા છે.
વીડિયો વાયરલ થયા બાદ સ્થાનિક લોકોએ આ મામલે મુંબઈ પોલીસ અને BMC પાસે સૂર્યા વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી છે. નોંધપાત્ર બાબત એ છે કે મહારાષ્ટ્રમાંથી કોરોનાના હજુ ઘણા કેસ નોંધાઇ રહ્યા છે. આવી સ્થિતિમાં, આ રીતે લોકોને ભેગા કરીને ઉજવણી કરવાથી કોરોનાનો વિસ્ફોટ થઈ શકે છે.