Site icon News Continuous Bureau | Mumbai

લો બોલો- ફરી એસી ટ્રેનની મગજમારી- સવારના પીક અવર્સ દરમિયાન આ સ્ટેશન પર વેસ્ટર્ન રેલવે ખોરવાઈ

News Continuous Bureau | Mumbai

મુંબઈગરાને ઠંડા ઠંડા કુલ પ્રવાસ કરાવવનારી એસી ટ્રેનમાં(AC train) આજે સવારે ફરી એક વખત ટેક્નિકલ ખામી(technical defect) સર્જાઈ હતી. તેથી સવારના પહોરમાં પીક અવર્સમાં(peak hours) જ વેર્સ્ટન રેલવે(Western Railway) થોડા સમય માટે ખોરવાઈ હતી. જોકે તેના કારણે સવારના ઓફસે પહોંચવાની ઉતાવળમાં રહેલા લોકોને હાલાકી ભોગવવી પડી હતી.

Join Our WhatsApp Channel

ગર્વમેન્ટ રેલવે પોલીસ કંટ્રોલના(Government Railway Police Control) જણાવ્યા મુજબ સવારના 7.30 વાગે વિરાર સ્ટેશન(Virar Station) પર એસી લોકલમાં(AC Local) ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. તેને કારણે ટ્રેન બંધ પડી ગઈ હતી. જોકે તાત્કાલિક તેના પર કામ હાથ ધરવામાં આવ્યું હતું અને 7.42 વાગે તેને ફરી ચાલુ કરવામાં સફળતા મળી હતી.

આ સમાચાર પણ વાંચો : મુંબઈના રસ્તા પર સફર કરનારા માટે મોટા સમાચાર – આજે અનેક રૂટ પર બેસ્ટની બસ બંધ છે

રેલવેના અધિકારીના(Railway Officer) જણાવ્યા મુજબ સવારના વિરાર-ચર્ચગેટ અપલાઈનમાં(Virar-Churchgate upline) 10 મિનિટ માટે એસી ટ્રેનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. તેથી અપ લાઇન થોડા સમય માટે ખોરવાઈ હતી. જોકે 10 મિનિટ બાદ પ્રોબ્લેમ સોલ્વ થતા અપ લાઈન ફરી ચાલુ કરવામાં આવી હતી. તેને કારણે જોકે સવારના સમયમાં અપ લાઈનમાં ટ્રેનો થોડી મોડી પડી હતી.

 

Coastal Road Reclamation Notice કોસ્ટલ રોડ લેન્ડ રિક્લેમેશનમાં ગંભીર ગેરરીતિ; BMC એ કોન્ટ્રાક્ટર કંપનીઓ L&T અને HCC સામે લીધા કડક પગલાં
Sion Hospital Doctor Suicide જીવલેણ વર્કકલ્ચર! સાયન હોસ્પિટલના સર્જરી રેસિડેન્ટ ડૉ. ની આત્મહત્યા; હોસ્ટેલના બાથરૂમમાંથી મળ્યો મૃતદેહ
Charkop Child Labour Rescue ચારકોપમાં ઈમિટેશન જ્વેલરી ફેક્ટરીમાંથી ૧૩ બાળમજૂરોને મુક્ત કરાવતી પોલીસ, સંચાલકો સામે ગુનો દાખલ
Ghatkopar Flesh Trade Racket મુંબઈમાં ઓનલાઈન સેક્સ રેકેટનો પર્દાફાશ, ઘાટકોપર પોલીસે બે મહિલાને મુક્ત કરાવી મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી
Exit mobile version