ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
03 માર્ચ 2021
મુંબઈની નજીક આવેલા નવી મુંબઈ વિસ્તારમાં શિવસેનાના નેતાઓ નો આરોપ છે કે ભારતીય જનતા પાર્ટીએ મતદાતા સૂચિમાં ગડબડ કરી છે. શિવસેનાના નેતા તેમજ મહારાષ્ટ્ર રાજ્ય પર્યાવરણ સંરક્ષણ પ્રાધિકરણ ના અધ્યક્ષ વિજય ભાઈએ આરોપ લગાવ્યો છે કે સરકારી અધિકારીઓની સાઠગાંઠ સાથે બોગસ નામો મતદાતા સૂચિમાં જોડવામાં આવ્યા છે. તેમનો આરોપ છે કે એક જ વ્યક્તિના નામ ચારથી પાંચ અલગ અલગ જગ્યાએ છે. આ ઉપરાંત તેમણે આ આખા મામલાની તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા કરાવવાની માંગણી કરી છે. મહારાષ્ટ્રમાં આ પ્રકારની બોગસ મતદાતા સૂચિ નો વિષય પ્રકાશમાં આવતાં રાજકીય ખળભળાટ મચી ગયો છે.