Site icon

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય- શિંદે સરકારના આ નિર્ણય પર મુક્યો સ્ટે- જાણો વિગતે  

News Continuous Bureau | Mumbai

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે.

Join Our WhatsApp Community

સુપ્રીમ કોર્ટે  મુંબઈ પાલિકાના 227 વોર્ડ પ્રમાણે ચૂંટણી કરાવવાના નિર્ણય પર સ્ટે મુક્યો છે. 

સુપ્રીમ કોર્ટમાં 227 વોર્ડ પ્રમાણે ચૂંટણી યોજવાના નિર્ણય પર  ગેરકાયદે હોવાની અરજી દાખલ કરવામાં આવી હતી. તેના પર સુનાવણી કરતી વખતે આ નિર્ણય આપવામાં આવ્યો છે. 

મહાવિકાસ આઘાડી સરકારે વોર્ડનું માળખું બદલી નાખ્યું હતું. પરંતુ ત્યારબાદ રાજ્યમાં રાજકીય ભૂકંપ આવ્યો હતો. મહાવિકાસ આઘાડી સરકાર પડી અને એકનાથ શિંદે-દેવેન્દ્ર ફડણવીસ સરકાર સત્તા પર આવી. 

નવી સરકાર સત્તામાં આવ્યા પછી, તેઓએ વટહુકમ પસાર કર્યો કે 2017 માં 227 વોર્ડની જેમ ચૂંટણી યોજવી જોઈએ. આ વટહુકમને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : દક્ષિણ મુંબઈનો આ મહત્વપૂર્ણ બ્રીજ વર્ષ 2024 સુધી બંધ

Shaina NC: શાઇના એનસીએ ઠાકરે ભાઈઓ પર સાધ્યું નિશાન; ‘વર્ક ફ્રોમ હોમ’ના ટોણા સાથે મુંબઈના વલણો પર આપી આકરી પ્રતિક્રિયા.
Asha Deepak Kale: BMC ચૂંટણીમાં કોંગ્રેસનું ખાતું ખુલ્યું: વોર્ડ નંબર 183 માંથી આશા દીપક કાલેનો વિજય; જીતનો શ્રેય આ દિગ્ગજ નેતાને આપ્યો.
BMC Election Results 2026: આજથી મતગણતરી શરૂ, મુંબઈના ‘કિંગ’ કોણ? મતગણતરીની પ્રક્રિયામાં ફેરફારને કારણે પરિણામો આવવામાં થઈ શકે છે વિલંબ
Uddhav Thackeray Press Conference: ઉદ્ધવ ઠાકરેના ભાજપ પર ગંભીર આક્ષેપ; ‘લોકશાહી ભૂંસવાના પ્રયાસ’ ગણાવી ચૂંટણી પ્રક્રિયા પર ઉઠાવ્યા સવાલ
Exit mobile version