Site icon

માટુંગા રેલવે સ્ટેશન પાસે આ બે ટ્રેન વચ્ચે ગંભીર અકસ્માત, મધ્ય-રેલવે વિભાગ પર ટ્રેનસેવાને અસર; જુઓ વિડીયો, જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

ઇન્ડિયન રેલવે(Indian Railway)ની દાદર-પુડુચેરી એક્સપ્રેસ 11005 (Puducherry Express) સાથે મોટો અકસ્માત થયો હોવાના અહેવાલ છે. પ્રાપ્ત જાણકારી અનુસાર પૂર્વ મુંબઈ(Mumbai)ના માટુંગા રેલવે સ્ટેશન(Matunga Railway Station) નજીક ગઈ કાલે રાતે ફાસ્ટ લાઈન (મધ્ય રેલવે) પર દાદર-પુડુચેરી એક્સપ્રેસ (Puducherry Express) ટ્રેનના ત્રણ ડબ્બા(coach) પાટા પરથી ઉતરી ગયા હતા.

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગઈ કાલે(શુક્રવારે) રાતે લગભગ 9.30ના આસપાસ દાદર-પુડુચેરી ચાલુક્ય એક્સપ્રેસ મુલુંડ સ્ટેશન(Mulund Railway Station) નજીક મુંબઈ સીએસએમટી(Mumbai CSMT Gadag Express) ગડગ એક્સપ્રેસ સાથે સહેજ અથડાઈ હતી. એને કારણે ચાલુક્ય એક્સપ્રેસના 3 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.

આ સમાચાર પણ વાંચો : લીંબુ શરબત પીવું છે? મુંબઈમાં આ છે નવી કિંમત..

સદ્દભાગ્યે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. જોકે અકસ્માતના કારણે મધ્ય રેલ્વેની અનેક ટ્રેનોને અસર પડી છે. રેલવે રૂટ પર બંને તરફથી આવતી ટ્રેનોને અટકાવી દેવામાં આવી છે. માહિતી મળતા જ રેલવેના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. 

BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Mumbai Crime: ચોંકાવનારો કિસ્સો મુંબઈમાં ૨૯ વર્ષીય યુવતીને સુધીર ફડકે બ્રિજ નીચે ઢસડી જઈ દુષ્કર્મનો પ્રયાસ, આરોપી ઝડપાયો?
Digital Arrest: મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’ કરીને અધધ આટલા કરોડની ઠગાઈ, તપાસમાં ખુલ્યું ચીન-હોંગકોંગ-ઇન્ડોનેશિયાનું જોડાણ
Exit mobile version