Site icon

ભારે કરી, મુંબઈની તાજ હોટેલમાં જમ્યા બાદ આ વ્યક્તિએ ચિલ્લરથી ચુકવ્યું બિલ, વેઇટર પણ થઇ ગયો આશ્ચર્યચકિત.. જુઓ વિડીયો 

Watch: Mumbai Man Pays Food Bill With Coins At Taj Hotel

ભારે કરી, મુંબઈની તાજ હોટેલમાં જમ્યા બાદ આ વ્યક્તિએ ચિલ્લરથી ચુકવ્યું બિલ, વેઇટર પણ થઇ ગયો આશ્ચર્યચકિત.. જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

જો તમે ફાઇવ સ્ટાર અથવા 7 સ્ટાર હોટલ પર જાઓ છો, તો તમે બિલ કેવી રીતે ચૂકવશો? તમે વિચારી શકો છો કે આ શું મૂર્ખ પ્રશ્ન છે. રોકડ આપી શકે છે. જો પૈસા ન હોય તો,  કાર્ડ દ્વારા બિલ ચૂકવી શકાય છે. જો કે, એક કન્‍ટેન્‍ટ ક્રીએટરે કાંઈક હટકે કરવાનું નક્કી કર્યું. તે પ્રખ્યાત તાજ હોટેલમાં ગયો અને ચિલરમાં બિલ ચૂકવ્યું.   

Join Our WhatsApp Community

આ વિડિયોની શરૂઆતમાં તે યોગ્‍ય રીતે તૈયાર થઈને તાજ હોટેલમાં જાય છે. હોટેલમાં જઈને તે પીત્‍ઝા અને મૉકટેલનો ઑર્ડર કરે છે. ભોજન જમી લીધા પછી તે બિલ મંગાવે છે. વેઇટર બિલ લઈને આવતાં તે ખિસ્‍સામાંથી ચિલ્લરની કોથળી કાઢી ટેબલ પર મૂકીને ગણવાની શરૂઆત કરે છે, જે હોટેલમાં આવેલા અન્‍ય લોકો આશ્‍ચર્યથી જોઈ રહે છે. વેઇટર ચિલ્લર લઈને ગયા પછી તે કાઉન્‍ટર પર ચિલ્લર ગણવાનો અવાજ સંભળાતો હોવાનું પણ વિડિયોમાં કહે છે. કન્‍ટેન્‍ટ ક્રીએટરે ઇન્‍સ્‍ટાગ્રામ પર આ વિડિયો અપલોડ કરી લખ્‍યું છે કે ‘બિલની ચુકવણી મહત્ત્વની છે પછી તમે એ ડૉલરમાં કરો કે છૂટા પૈસામાં.’

આ સમાચાર પણ વાંચો : Worli: મુંબઈના આ વિસ્તારમાં ભાજપે ઠાકરે ગ્રુપને વધુ એક મોટો ઝટકો આપવાની કરી તૈયારી..

જોકે હોટેલમાં હાજર તેમ જ વિડિયો જોનારા કેટલાક લોકોએ આ અખતરાથી પ્રભાવિત થયા છે તો કેટલાક આ સ્‍ટન્‍ટથી નારાજ થઈ હોટેલના સ્‍ટાફને અગવડ પહોંચાડવા બદલ તેની ટીકા કરી રહ્યા છે . 

Lalbaugcha Raja: લાલબાગચા રાજા વિસર્જન વિવાદ ચરમસીમાએ, હવે કોર્ટ સુધી પહોંચશે?
Green: ડાંડી પરિવહન કેન્દ્ર તરીકે મુંબઈને વિકસાવવાની યોજના: પરિવહન મંત્રી સરનાઈક
Mumbai High Alert: નૌકાદળના અધિકારી ના ગણવેશ માં આવેલા વ્યક્તિએ જવાન પાસે થી છીનવી આ વસ્તુઓ, એટીએસ થયું સક્રિય
lalbagh cha raja: લાલબાગ ચા રાજા ના વિસર્જન મુદ્દે થયો વિવાદ, મંડળે આ લોકો સામે બદનક્ષીનો દાવો ઠોકવાનો કર્યો નિર્ણય,જાણો સમગ્ર મામલો
Exit mobile version