Site icon

સાવધાન!! આવતા અઠવાડિયામાં પૂર્વ ઉપનગરના આ વિસ્તારમાં થશે પાણી પુરવઠાને અસર.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

આવતા અઠવાડિયામાં મંગળવારે પૂર્વ ઉપનગરના કુર્લા વિસ્તારમાં એક દિવસ પૂરતું પાણી પુરવઠાને અસર થવાની છે. તેથી નાગરિકોને પાણી ભરી રાખીને એને સંભાળીને વાપરવાની પાલિકાએ અપીલ કરી છે.

Join Our WhatsApp Community

મુંબઈ મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ વિહાર જળશુદ્ધીકરણ કેન્દ્રમાં રહેલી ૧૨૦૦ મિલીમીટર ફિલ્ટર બાયપાસ પાણીની પાઈપલાઈનને ૧૨૦૦ મિલીમીટર જળશુદ્ધીકરણ પાણીની પાઈપલાઈન સાથે જોડવામાં આવવાની છે. આ કામ મંગળવાર પાંચ એપ્રિલના બપોરના ૧૨ વાગ્યાથી રાતના ૮ વાગ્યા સુધી કરવામાં આવવાનું છે. તેથી મંગળવારના ‘એલ’ વોર્ડ કુર્લામાં અમુક વિસ્તારમાં બપોરના ૧૨ વાગ્યાથી રાતના ૮ વાગ્યા સુધી ઓછા દબાણે પાણી પુરવઠો થશે.

 આ સમાચાર પણ વાંચો : આર્યન ખાન ડ્રગ્સ કેસના મહત્વ ના સ્વતંત્ર સાક્ષી નું થયું અવસાન, સમીર વાનખેડે પર લગાવ્યા હતા આ આરોપ; જાણો વિગત

મુખ્યત્વે કુર્લાના ગુરુનાનક નગર, ગૈબનશાહ દરગાહ રોડ, સલમા કમ્પાઉન્ડ, એન.એસ.એસ. માર્ગ, શિવાજી નગર, કાજૂપાડા, સુંદરબાગ ગલી, ઈંદિરા નગર, ગણેશ મેદાન, પ્રીમિયર રોડ કાળે માર્ગથી બ્રાહ્મણવાડી, કોહિનૂર સિટી, નૌપાડા, રાજૂ બેડેકર માર્ગ, એલ.બી.એસ. માર્ગ, કમાણી, જય અંબિકા નગર, ભારતીય નગર, હલાવ પૂલ, કોહિનૂર હોસ્પિટલ, મસરાની ગલી, ક્રાંતિ નગર, સંદેશ નગર, વાડિયા કૉલોની, કિસ્મત નગર, શાંતી નગર, વિનોબા ભાવે નગર, એસ.જી.બર્વે માર્ગ, ન્યૂ મિલ માર્ગ, પારીખ ખાદી, સર્વેશ્વર મંદિર રોડ, ટાકિયા વોર્ડ, મેચ ફેક્ટરી ગલી, કપાડિયા નગર, બેલગ્રામી માર્ગ, ટૅક્સીમેન કૉલોની,  હરિયાણવાલા ગલી, સી.એસ. ટી. માર્ગ, કલ્પના નગર, મહારાષ્ટ્ર નગર, ભાભા હોસ્પિટલ, ચુના ભટ્ટી પમ્પીંગ સ્ટેશન વિસ્તારનો સમાવેશ થાય છે. ​​​​​​​

Karishma Sharma: રાગિની એમએમએસ રિટર્ન્સ’ ફેમ એક્ટ્રેસ કરિશ્મા શર્માએ ચાલુ ટ્રેનમાંથી કૂદી, માથામાં થઈ ઇજા
Girgaum Robbery: મુંબઈમાં આંગડિયા કર્મચારી અને ડ્રાઈવરને બંધક બનાવી ગિરગામમાં 2.70 કરોડની લૂંટ
Lalbaugcha Raja: ભક્તોએ આસ્થા સાથે હરાજીમાં રેકોર્ડ ખરીદી કરી અને બિજી તરફ મોબાઈલ ચોરો પકડાયા
BMC: મંત્રાલય નજીક પાણીની પાઇપલાઇનમાં મોટું લીકેજ, રસ્તાઓ બંધ, બસ સેવાઓ પ્રભાવિત
Exit mobile version