Site icon

પાણી સાચવીને વાપરજો! મુંબઈના આ વિસ્તારમાં રહેશે 24 કલાકનો પાણીકાપ.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

પૂર્વ ઉપનગરના કુર્લા વિસ્તારમાં 24 કલાક માટે પાણી પુરવઠો ખંડિત થવાનો છે. મુંબઈ મહાનગરપાલિકા(BMC) દ્વારા કુર્લા(વેસ્ટ)માં પાણીની પાઈપલાઈન(Water pipeline)નું સમારકામ હાથ ધરવામાં આવવાનું છે. તેથી ૧૦ મે, મંગળવારથી ૧૧ મે, બુધવાર સુધીના ૨૪ કલાકના સમયગાળામાં એલ વોર્ડમાં પાણીપુરવઠો બંધ રહેશે.

Join Our WhatsApp Community

‘એલ’ વોર્ડ કુર્લા (વેસ્ટ)માંં ૧૨૦૦ મિલીમીટર વ્યાસની પાઈપલાઈન પર એક્સપ્રેસ ઈન હોટલની સામે સાકીનાકા પાસે પાઈપલાઈનના વાલ્વ બદલવામાં આવવાના છે. આ કામ મંગળવારના સવારના ૧૦ વાગ્યાથી બુધવાર સવારના ૧૦ વાગ્યા સુધીમાં કરવામાં આવવાનું છે.આ દરમિયાન કુર્લામાં અમુક વિસ્તારમાં સંર્પૂણ પણે પાણી પુરવઠો બંધ રહેશે. તો અમુક વિસ્તારમાં ઓછા દબાણ સાથે પાણી આવશે..

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં NIAએની મોટી કાર્યવાહી, અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના નજીકના સાથીના આ સ્થળોએ દરોડા પાડ્યા

જેની વિગતો નીચે મુજબ છેઃ-

1) ‘L’ વિભાગ – જરીમારી, શાંતિ નગર, તાનાજી નગર, શ્રી કૃષ્ણ નગર, સત્ય નગર પાઇપલાઇન રોડ, વૃંદાવન ખાડી નંબર -3, આશા ક્રિષ્ના બિલ્ડીંગ, અન્નાસાગર બિલ્ડીંગ, તિલક નગર, સાંઈબાબા કમ્પાઉન્ડ, ડી સિલ્વા બાગ, એલ. બી. એસ. નગર, શેઠિયા નગર, સોનાની નગર, મહાત્મા ફૂલે નગર, બરેલી મસ્જિદ પરિસર, શિવાજી નગર, અંધેરી કુર્લા માર્ગ, અનિસ કમ્પાઉન્ડ, અંબિકા નગર, સફેદ પૂલ, ઉદય નગર – (સવારે 6.00 થી 1.00 વાગ્યા સુધી નિયમિત પાણી પુરવઠાના સમય છે, પરંતુ કામને પગલે  10મી મે, 2022ના રોજ સવારે 6.00 થી 10.00 સુધી પાણી પુરવઠો થશે તો સવારે 10.00 થી બપોરના 2.00 વાગ્યા સુધી પાણી પુરવઠો સદંતર બંધ રહેશે.

2) ‘કુર્લા દક્ષિણ’ – કાજુપાડા, બૈલ બજાર, નવપાડા, એલ. બી. એસ. માર્ગ, સુંદરબાગ, ખ્રિસ્તી ગામ, નવી મિલ માર્ગ, હલવ પૂલ, મસરાની ગલ, બ્રાહ્મણ વાડી વગેરે વિસ્તારમાં સાંજે 6.30 થી 8.45 સુધી નિયમિત પાણી પુરવઠાનો સમય છે. પરંતુ આ સમયગાળા દરમિયાન ઓછા દબાણ  સાથે પાણી પુરવઠો થશે. .

ઉપરોક્ત વિગતો મુજબ, ઉપરોક્ત સમયગાળા દરમિયાન સંબંધિત વિસ્તારના નાગરિકોને પાણી કાપના આગલા દિવસે જરૂરી પાણીનો સ્ટોક રાખવા અપીલ કરવામાં આવે છે. 

Cocaine: મુંબઈ એરપોર્ટ પર અધધ આટલા કરોડનું કોકેઇન જપ્ત; મહિલાની ધરપકડ
Shinde Sena: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: ઠાકરે બંધુઓ નજીક આવતા જ શિંદેસેનાનો ‘ભાવ’ વધ્યો, BJP સમક્ષ મૂકી આ મોટી શરત
Passenger Holding Area: રેલવે પ્રવાસીઓ માટે મોટા સમાચાર! ગીર્દી નિયંત્રિત કરવા બનશે ‘પેસેન્જર હોલ્ડિંગ એરિયા’; મુંબઈમાં કયા સ્ટેશનો પર હશે આ સુવિધા?
Mumbai hostage incident: ૭ કલાકનો હાઈ-વોલ્ટેજ ડ્રામા: મુંબઈના RA સ્ટુડિયોમાં ઓડિશનથી એન્કાઉન્ટર સુધીનો ખેલ, જુઓ બંધક કટોકટીની સંપૂર્ણ ટાઇમલાઇન.
Exit mobile version