Site icon

આગામી મંગળવાર, બુધવારે અડધા મુંબઈમાં પાણી કાપ રહેેશે. 

water cut

water cur

News Continuous Bureau | Mumbai

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ના પવઈ હાઈ લેવલ જળાશય (water line) ની 1200 એમએમ ચેનલ પરની બાયપાસ પાણીની ચેનલ પર લીકેજ રિપેરનું (Repair) કામ, તેમજ જળાશય 1 અને 2 માટે 1800 એમએમ વ્યાસની નવી ચેનલ (ઈનલેટ)ના જોડાણ માટે બે 1800 એમએમ કનેક્શનનું કામ હાથ ધરવામાં આવશે. 

Join Our WhatsApp Community

કયા વિસ્તારમાં પાણી નહીં આવે ?

મંગળવાર, 29 નવેમ્બર, 2022 સવારે 8.30 કલાકે છે બુધવાર 30 નવેમ્બર 2022 ના રોજ સવારે 8.30 વાગ્યા સુધીમાં કામ પૂર્ણ થવાની અપેક્ષા છે. 

અંધેરી જોગેશ્વરી પૂર્વ (કે/પૂર્વ), બાંદ્રાથી સેતાનક્રુઝ પૂર્વ (H/પૂર્વ), બાંદ્રાથી સાંતાક્રુઝ પશ્ચિમ (H/પશ્ચિમ), ગોરેગાંવ (P/દક્ષિણ), ભાંડુપ, કાંજૂર, વિક્રોલી (S), કુર્લા (L) અને ઘાટકોપર વિદ્યાવિહાર (N) વિભાગના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો વિક્ષેપિત (water cut) રહેશે.

આ સમાચાર પણ વાંચો: કોલેસ્ટ્રોલ તમારી જીંદગી કરી દેશે બરબાદ, કાબૂ કરવા માટટે સામેલ કરી લો આ વસ્તુ

ઉપરાંત, અંધેરી જોગેશ્વરી પશ્ચિમ (કે/પશ્ચિમ) વિભાગના વિસ્તારમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે વિક્ષેપિત થશે. 

અંધેરી જોગેશ્વરી પૂર્વ (કે/પૂર્વ), માહિમ, દાદર અને ધારાવી (જી/ઉત્તર), ગોરેગાંવ (પી/દક્ષિણ) વિભાગના કેટલાક વિસ્તારોમાં 29મી નવેમ્બર 2022ના રોજ સવારે 8.30 વાગ્યાથી 30મી નવેમ્બર 2022ના રોજ સવારે 8.30 વાગ્યા સુધી ઓછા દબાણ સાથે પાણી પુરવઠો (water supply) થશે તેવી સ્પષ્ટતા વોટર એન્જિનિયરિંગ વિભાગે કરી છે. 

બાંદ્રાથી સાંતાક્રુઝ વેસ્ટ (એચ/વેસ્ટ) ડિવિઝનના કેટલાક વિસ્તારોમાં, 29 નવેમ્બરના રોજ ટૂંકા ગાળા માટે પાણી પુરવઠો રહેશે અને કેટલાક વિસ્તારોમાં, 30 નવેમ્બરના રોજ ઓછા દબાણ હેઠળ પાણી પુરવઠો રહેશે.

CM Devendra Fadnavis: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ નો મહત્વનો નિર્ણય, વિદ્યાર્થીઓને સમયસર શિષ્યવૃત્તિ મળે તે માટે આપ્યો આવું મોડેલ તૈયાર કરવાનો આદેશ
Rupali Ganguly: ઓક્ટ્રેસ રૂપાલી ગાંગુલી ટ્રાફિકમાં ફસાઈ સોશ્યલ મિડીયા પર બળાપો કાઢ્યો કહ્યું ‘મુંબઈકરોની ધીરજની પરીક્ષા ન લો’
Goregaon Fire: ગોરેગાંવની રહેણાંક ઈમારતમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં
Vakola Police: વાકોલામાં મહિલા સાથે જાતીય શોષણ અને અશ્લીલ તસવીરોથી બ્લેકમેલ કરવા બદલ એક વ્યક્તિની ધરપકડ
Exit mobile version