Site icon News Continuous Bureau | Mumbai

સાવધાન! મુંબઈમાં આ ચાર દિવસ ચાર કલાક માટે રહેશે પાંચ ટકા પાણીકાપ.. જાણો વિગતે

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

મુંબઈમાં(Mumbai) આવતા અઠવાડિયામાં ચાર દિવસ બપોરના ચાર કલાક માટે પાંચ ટકા પાણી કાપ(Water cut) મૂકવામાં આવ્યો છે. આ દરમિયાન મુંબઈગરાને પાણી સંભાળીને વાપરવાની સલાહ આપવામાં આવી છે.

મંગળવાર, 24 મે, 2022 થી શુક્રવાર, 27 મે, 2022 સુધી સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી કુલ 4 કલાક માટે 5% પાણી કાપ રહેશે. આ પાણી કાપને કારણે મુંબઈના એ, બી, ઈ, એફ-દક્ષિણ, એફ-ઉત્તર, એલ, એમ-પૂર્વ, એમ-પશ્ચિમ, એન, એસ અને ટી વોર્ડના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠા(Water supply) પર અસર થશે.

પાલિકાના પાણીપુરવઠા(BMC water supply) ખાતાના જણાવ્યા મુજબ પીસે પાંજરાપુર સંકુલમાં પાંજરાપુર(Panjrapur) ખાતે 100 kV પાવર સબસ્ટેશનની જાળવણીનું કામ BMC દ્વારા મંગળવાર, 24 મે, 2022 થી શુક્રવાર, 27 મે, 2022 સુધી દરરોજ સવારે 11.00 થી બપોરે 3.00 વાગ્યા સુધી કુલ 4 કલાક માટે હાથ ધરવામાં આવવાનું છે.  તેથી, આ સમયગાળા દરમિયાન, પીસે પાંજરાપુર સંકુલમાંથી આવતા પાણી પુરવઠાને અસર થશે.

આ સમાચાર પણ વાંચો :  વાહ!! મુંબઈગરાને તણાવમુક્ત કરવા માટે BMC ચલાવશે યોગા કલાસિસ…  જાણો વિગતે

 પાલિકાના જણાવ્યાં મુજબ એન અને એસ વોર્ડના(BMC ward) પૂર્વ ભાગમાં,  સંપૂર્ણ ટી વોર્ડ, એમ-પૂર્વ વોર્ડ,  એમ-વેસ્ટ, એલ વોર્ડનો પૂર્વ ભાગ, બી, ઈ, એફ-નોર્થ, એફ-સાઉથ અને એ વોર્ડમાં પાણી પુરવઠામાં 5% નો ઘટાડો થશે.

ઉપરોક્ત સમયગાળા દરમિયાન સંબંધિત વિસ્તારના નાગરિકોને પાણી કાપના આગલા દિવસે જરૂરી પાણીનો સ્ટોક(Water stock) રાખવા પાલિકાએ અપીલ કરી છે. 
 

Fake APK Scam મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, નકલી APK થી ₹150 કરોડની છેતરપિંડી કરનાર સોફ્ટવેર ડેવલપર આ રાજ્યમાંથી ઝડપાયો
Borivali PSI Trapped By ACB ધરપકડ ટાળવા ₹1.30 લાખની લાંચ લેતા બોરીવલીના PSI એસીબીના સકંજામાં પોલીસ સ્ટેશન પરિસરમાં જ છટકું ગોઠવી ઝડપી લીધા
Lost Mobile Traced Khar Cyber Team ગુમ થયેલો મોબાઈલ સાયબર ટીમે શોધી મૂળ માલિકને પરત સોંપ્યો ખાર પોલીસની પ્રશંસનીય કામગીરી
Hydroponic Weed Seized Mumbai Airport મુંબઈ એરપોર્ટ પર ₹4.12 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત કુઆલાલમ્પુરથી આવેલો પેસેન્જર જેલભેગો
Exit mobile version