Site icon

સાવધાન : મુંબઈના આ વિસ્તારમાં રહેશે આટલા ટકા પાણીકાપ, 3 ઑગસ્ટના પાણીની પાઇપલાઇનનું થશે સમારકામ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 31 જુલાઈ, 2021

Join Our WhatsApp Community

શનિવાર

મુંબઈ મહાનગરપાલિકા પાણીની પાઇપલાઇનમાં મોટા પ્રમાણમાં સમારકામ કરવાની છે. આ કામ મંગળવાર 3 ઑગસ્ટના કરવામાં આવનાર છે. એથી મંગળવારના રોજ દક્ષિણ મુંબઈ અને પશ્ચિમ ઉપનગરમાં 15 ટકા પાણીકાપ રહેશે, તો કુર્લા, ઘાટકોપર, અંધેરી અને ગોરેગામના અમુક વિસ્તારમાં 100 ટકા પાણીકાપ રહેશે.

શાબ્બાશ, બોરીવલીના 27 જૈન સંઘોએ કરી ઉલ્લેખનીય કામગીરી : રાજ્યપાલના હસ્તે થયું સન્માન : લૉકડાઉનમાં જરૂરિયાતમંદોને અનાજ, દવા-પાણી તથા રોકડ રકમની મદદ કરી હતી; જાણો વિગત

પાલિકાના પાણીપુરવઠા ખાતા દ્વારા જણાવ્યા મુજબ પાલિકાની પવઈ વેરાવલીમાં આવેલી વૉટર ટનલ અને વેરાવલી રિઝર્વિયરમાંથી રહેલી પાણીનો પુરવઠો કરનારી પાઇપલાઇનમાં અમુક જગ્યાએ જોડાણ અને અમુક જગ્યાએ વ્યાસ બદલવામાં આવવાના છે. તેમ જ ભાંડુપ પમ્પિંગ કૉમ્પ્લેક્સમાં પણ પાઇપલાઇનમાં વ્યાસ બદલવામાં આવનાર છે. આ કામ મંગળવારના સવારના સાડાઆઠથી રાતના સાડાદસ વાગ્યા સુધી ચાલવાનું છે. એથી આ સમય દરમિયાન વિલેપાર્લે, ગોરેગામ, કુર્લા, ઘાટકોપર, અંધેરીમાં પાણીપુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. વિલેપાર્લે, જોગેશ્વરી (ઈસ્ટ), અને ગોરેગામના અમુક વિસ્તારોમાં પાણી ઓછા દબાણ સાથે મળશે. દક્ષિણ મુંબઈમાં પરેલ અને સાયનને બાદ કરતાં તમામ વિસ્તારમાં 15 ટકા પાણીકાપ રહેશે.

 

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version