ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,18 જાન્યુઆરી 2022
મંગળવાર.
દક્ષિણ મુંબઈના અમુક વિસ્તારોમાં શુક્રવાર 21 જાન્યુઆરી 2022ના સવારના 10 વાગ્યાથી શનિવાર 22 જાન્યુઆરી 2022ના સવારના 10 વાગ્યા સુધી પાણી કાપ રહેશે.
પાલિકાના પાણી પુરવઠા ખાતાના જણાવ્યા મુજબ ઈ-વોર્ડમાં બેરિસ્ટર નાથ પૈ જંકશન મ્હાતારપાખાડી તેમ જ ડોકયાર્ડ રોડ પાસે આવેલી 1450 મિલીમીટર વ્યાસની જૂની પાઈપલાઈનને કાઢવાનું કામ શુક્રવારના સવારના 10 વાગ્યાથી ચાલુ કરવામાં આવવાનું છે. આ કામ શનિવારના સવારના 10 વાગ્યા સુધી ચાલશે. તેથી આ સમય દરમિયાન દક્ષિણ મુંબઈના એ,બી, ઈ, એફ-સાઉથ અને એફ-નોર્થના અમુક વિસ્તારમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. તો અમુક વિસ્તારમાં ઓછા દબાણ સાથે પાણી પુરવઠો થશે.
મુખ્યત્વે એ વોર્ડમાં નેવલ ડોકયાર્ડ વિસ્તાર, સેંટ જ્યોર્જ હોસ્પિટલ પરિસર, પી.ડિમેલો રોડ, રામગઢ ઝુંપડપટ્ટી, આર.બી.આઈ, નેવલ ડોકયાર્ડ, શહીદ ભગતસિંહ માર્ગ, જી.પી.ઓ. જંકશન થી રિગેલ સિનેમા સુધીના વિસ્તારમાં શુક્રવારના સંપુર્ણ રીતે પાણી પુરવઠો બંધ રહેશે.
બી વોર્ડના બાબુલા ટેંક ઝોન વિસ્તારમાં સવારના ચાર વાગ્યાથી સાંજના 6.25 વાગ્યા સુધી પાણી પુરવઠો બંધ રહેશે. તો મોહમ્દ અલી રોડ, ઈબ્રાહિમ રહિમતુલ્લા માર્ગ, ઈમામવાડા માર્ગ, ઈબ્રાહિમ મર્ચન્ટ માર્ગ, યુસૂફ મહેર અલી માર્ગમાં શનિવાર 23 જાન્યુઆરીના આખો દિવસ પાણી પુરવઠો બંધ રહેશે.
ડોંગરીના એ ઝોનમાં આવતા ઉમરખાડી, શાયદા માર્ગ અને નૂરબાગ, ડોં.મહેશ્ર્વરી માર્ગ, બી.પી.ટી.ઝોન, વાડી બંદરમાં પી.ડિમેલો માર્ગમાં વિસ્તારમાં 21 જાન્યુઆરીના સંપૂર્ણ રીતે પાણી પુરવઠો બંધ રહેશે.
ઈ-વોર્ડમાં નેસબીટ ઝોન, એન.એમ. જોશી માર્ગ, મદનપુરા, કમાઠીપુરા, એમ.એસ.અલી માર્ગ, એમ.એ.માર્ગ, અગ્રીપાડા, ટેંક પાખાડી માર્ગ, ભાયખલા(વેસ્ટ)માં 22 જાન્યુઆરીના પાણી પુરવઠો બંધ રહેશે.
ડોકયાર્ડ રોડ, બેરિસ્ટર નાથ પૈ માર્ગ, ડિલિમા રોડ, ગણપાવડર માર્ગ, કાસાર ગલી, લોહારખાતા, કોપરસ્મિથ માર્ગ, હાથીબાગ માર્ગ મોતિશહા ગલી, ડિ.એન.સિંગ માર્ગ, રામભાઉ ભોગલે માર્ગ, ફેરબંદર નાકા, વીરમાતા જિજાબાઈ ભોસલે ઉદ્યાન, ઘોડપદેનાકા, મ્હાડા કોમ્પલેક્સ, (ભાયખલા)ઈસ્ટમાં શનિવારે સંપુર્ણપણે પાણી પુરવઠો બંધ રહેશે.
એફ-સાઉથમાં આવેલા કે.ઈ.એમ. હોસ્પિટલ, બાઈ જેરબાઈ વાડિયા હોસ્પિટલ. એમ.જી.એમ. હોસ્પિટલ વિસ્તારમાં શુક્રવાર 21 જાન્યુઆરીના સંપૂર્ણપણે પાણી પુરવઠો બંધ રહેશે. અભ્યુદયન નગર, નાયગાંવ, શેટયે માર્કેટ, ભોઈવાડા ગાવ, હાફકીન વિસ્તાર, ઠોકરસી જીવરાજ માર્ગમાં 22 જાન્યુઆરીના પાણી પુરવઠો બંધ રહેશે.
લાલબાગ, ડો.બાબાસાહેબ આંબેડકર માર્ગ જગન્નનાથ ભાતણકર માર્ગ, બી.જે.દેવરૂખકર માર્ગ, ગોવિંદજી કેરી માર્ગ, હિંદમાતા પરિસરમાં 22 જાન્યુઆરીના ઓછા દબાણ સાથે પાણી પુરવઠો થશે.
પરેલ વિલેજ, એકનાથ ધાડી માર્ગ, નાનાભાઈ પરેળકર માર્ગ, ભગવંતરાય પરળકર માર્ગ, વિજયકુમાર વાળિંભે માર્ગ, કાળેવાડી, પરશુરામ નગર, જિજામાતા નગર, મિંટ કોલેની, રામ ટેકડી, એસ.પી.કમ્પાઉન્ડ, શિવડી(ઈસ્ટ), શિવડી ફોર્ટ રોડ, શિવડી કોળીવાડા, શિવડી (વેસ્ટ) વિસ્તારમાં 21 જાન્યુઆરીના પાણીકાપ રહેશે.
એફ-નોર્થ વોર્ડમાં રાવળી રિઝવિયર, ટ્રાન્ઝિટ કેમ્પ, કોકરી આગાર, આંબેડકર નગર, વિજય નગર, જય મહારાષ્ટ્ર નગર, સંગમ નગર, શાંતી નગર, દીનબંધુ નગર, વડાલા ફાયરબ્રિગેડ, વિદ્યાલંકાર કોલેજ, શિવશંકર નગર, સી.જી. સી. સેકટર એકથી સાત, મુકુંદરાવ આંબેડકર માર્ગ, મોતીલાલ નહેરુ નગર. જે.કે.બસીન માર્ગ, જયશંકર યાજ્ઞિક માર્ગ, સરદાર નગર એકથી ચાર, નેહરુ નગર, ઈંદિરા નગર, અલમેડા કમ્પાઉન્ડ, કે.ડી.ગાયકવાડ નગર, પંજાબી કોલોની, મહાત્મા ગાંધી નગર, આચાર્ય અંત્રે નગર, આદિનાથ સોસાયટી જેવા વિસ્તારમાં 22 જાન્યુઆરીના ઓછા દબાણ સાથે પાણી પુરવઠો થશે.
દક્ષિણ મુંબઈના આ વિસ્તારોમાં શુક્રવારથી શનિવાર રહેશે 24 કલાક માટે પાણી કાપ; જાણો વિગત
