Site icon

Water cut : મુંબઈકર્સ પાણી સાચવીને વાપરજો! સોમવારે આ વિસ્તોરમાં પાણી નહીં આવે

 Water cut : મુંબઈ શહેરને મલબાર હિલ જળાશયમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે અને આ જળાશય જૂનું હોવાથી તેનું પુનઃનિર્માણ કરવાની દરખાસ્ત છે. પરંતુ સ્થાનિકોના વિરોધને પગલે તેનું સમારકામ કરવાની માંગ ઉઠી છે. 

Water cut in city wards to aid second phase inspection of Malabar Hill reservoir

Water cut in city wards to aid second phase inspection of Malabar Hill reservoir

 News Continuous Bureau | Mumbai

 Water cut : મલબાર હિલ જળાશય ( Malabar Hill reservoir ) નું પુનઃનિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું હોવાથી, મલબાર હિલ જળાશયના ભાગ ક્રમાંક 2નું આંતરિક નિરીક્ષણ ( Inspection )  નિષ્ણાત સમિતિ દ્વારા આગામી સોમવાર, 18 ડિસેમ્બર, 2023 ના રોજ હાથ ધરવામાં આવશે. આ કારણોસર, જળાશયની ટાંકી નંબર 1 ખાલી કરવી જરૂરી છે અને આ સમયગાળા દરમિયાન શહેરના વિસ્તારમાં 10 ટકા પાણી કાપ મુકવામાં આવશે.

Join Our WhatsApp Community

પુનઃનિર્માણ માટે સ્થાનિકોનો વિરોધ

મુંબઈ શહેરને મલબાર હિલ જળાશય ( Malabar Hill reservoir ) માંથી પાણી પૂરું પાડવામાં આવે છે અને આ જળાશય જૂનું હોવાથી તેનું પુનઃનિર્માણ કરવાની દરખાસ્ત છે. પરંતુ સ્થાનિકોના વિરોધને પગલે તેનું સમારકામ કરવાની માંગ ઉઠી છે. તેથી, આ જળાશયના સમારકામ ( Repairing work ) નો અભ્યાસ કરવા માટે IIT પવઈ ( IIT Powai ) ના પ્રોફેસરો, સ્થાનિક નિષ્ણાત નાગરિકો અને મ્યુનિસિપલ અધિકારીઓની બનેલી નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી છે.

આ તારીખે થશે જળાશયનું આંતરિક નિરીક્ષણ

સમિતિ વર્તમાન દરખાસ્તની સમીક્ષા કરશે અને યોગ્ય પગલાં સૂચવે તેવી અપેક્ષા છે. તેથી, મલબાર હિલ જળાશયના ભાગ ક્રમાંક 2નું  આંતરિક નિરીક્ષણ નિષ્ણાત સમિતિ દ્વારા સોમવાર, 18 ડિસેમ્બર, 2023 ના રોજ હાથ ધરવામાં આવશે. સોમવાર 18મી ડિસેમ્બર 2023 ના રોજ સવારે 8 થી 10 દરમિયાન નિષ્ણાત સમિતિ આ 2 કલાકના સમયગાળા દરમિયાન જળાશયનું આંતરિક નિરીક્ષણ કરશે. આ કારણોસર, જળાશયની ટાંકી નં. 1 ખાલી કરવી જરૂરી છે અને આ ટાંકી ખાલી કરવાથી મુંબઈ શહેર ( Mumbai ) માં પાણી પુરવઠાને અસર થશે.

આ સમાચાર પણ વાંચો : Mumbai: શહેરની પાણીની તંગીને પહોચી વળવા… ગટર ટ્રીટેડ પાણી વેચવા માટે બીએમસી બિડ આમંત્રિત કરશે: જાણો વિગતે..

આ કામગીરીના કારણે સોમવારે શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો પુરો બંધ ( Water cut ) રહેશે તો કેટલીક જગ્યાએ પાણીનું દબાણ ઘટશે. આ પાણી કાપ ( Water cut ) દરમિયાન, જળાશયના સ્તરને ધ્યાનમાં રાખીને જરૂર પડ્યે વિભાગવાર પાણીના સમયમાં ફેરફાર કરવામાં આવશે. મ્યુનિસિપલ ( BMC ) વોટર એન્જિનિયરિંગ વિભાગે આ સમયગાળા દરમિયાન પાણીનો સાવચેતી પૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી હતી.

આ વિસ્તારોમાં પાણીની તંગી રહેશે

વિભાગ ‘A’-

મલબાર હિલ અને આઝાદ મેદાન જળાશયમાંથી પાણી પુરવઠો મેળવતા ‘A’ વિભાગના તમામ વિસ્તારો – પાણી પુરવઠામાં 10 ટકાનો ઘટાડો કરવામાં આવશે.

વિભાગ ‘C’-

મલબાર હિલ અને આઝાદ મેદાન જળાશયમાંથી પાણી પૂરું પાડવામાં આવતા ‘C’ વિભાગના તમામ વિસ્તારોને પાણી પુરવઠામાં 10 ટકાનો ઘટાડો કરવામાં આવશે.

વિભાગ ‘ડી’-

મલબાર હિલ અને આઝાદ મેદાન જળાશયમાંથી પાણી પુરવઠો મેળવતા ‘D’ વિભાગના તમામ વિસ્તારો – પાણી પુરવઠામાં 10 ટકાનો ઘટાડો કરવામાં આવશે.

‘જી દક્ષિણ અને જી ઉત્તર’ વિભાગ-

જી દક્ષિણ અને જી ઉત્તર વિભાગના તમામ સીધા પાણી પુરવઠા વિભાગો – પાણી પુરવઠામાં 10 ટકાનો ઘટાડો કરવામાં આવશે.

Cocaine: મુંબઈ એરપોર્ટ પર અધધ આટલા કરોડનું કોકેઇન જપ્ત; મહિલાની ધરપકડ
Shinde Sena: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: ઠાકરે બંધુઓ નજીક આવતા જ શિંદેસેનાનો ‘ભાવ’ વધ્યો, BJP સમક્ષ મૂકી આ મોટી શરત
Passenger Holding Area: રેલવે પ્રવાસીઓ માટે મોટા સમાચાર! ગીર્દી નિયંત્રિત કરવા બનશે ‘પેસેન્જર હોલ્ડિંગ એરિયા’; મુંબઈમાં કયા સ્ટેશનો પર હશે આ સુવિધા?
Mumbai hostage incident: ૭ કલાકનો હાઈ-વોલ્ટેજ ડ્રામા: મુંબઈના RA સ્ટુડિયોમાં ઓડિશનથી એન્કાઉન્ટર સુધીનો ખેલ, જુઓ બંધક કટોકટીની સંપૂર્ણ ટાઇમલાઇન.
Exit mobile version