Site icon News Continuous Bureau | Mumbai

વાહ! મુંબઈનું પાણીકાપનું સંકટ ટળી જશે, એક જ દિવસના મુસળધાર વરસાદમાં જળાશયોમાં 9 ટકા પાણી વધી ગયું; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 19 જુલાઈ, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

મુંબઈ, થાણે સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં પડી રહેલા મુસળધાર વરસાદને પગલે મુંબઈને પાણી પૂરું પાડનારાં જળાશયોની સપાટીમાં પણ વધારો થયો છે. એક જ દિવસના વરસાદમાં જળાશયોની સપાટીમાં 9 ટકાનો વધારો થયો છે. સોમવારના સવારના સાતેય જળાશયમાં 4 લાખ 15 હજાર 175 મિલિયન લિટર જેટલો પાણીનો સ્ટૉક હતો.

 છેલ્લા ત્રણેક દિવસથી મુંબઈ સહિત રાજ્યના મોટા ભાગના જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. એમાં પણ  ભારે વરસાદને પગલે મુંબઈમાં આવેલું તુલસી અને વિહાર તળાવ છલકાઈ ગયાં છે. હવે બાકીનાં જળાશયોમાં પણ વરસાદને પગલે મોટા પ્રમાણમાં નવા પાણીની આવક થઈ છે. સોમવારના સવારના સાતેય જળાશયોમાં કુલ 28.68 ટકા જેટલો પાણીનો સ્ટૉક હતો. ગયા વર્ષે આ જ સમયે સાતેય જળાશયોમાં 27.3 ટકા તો 2019ની સાલમાં આ જ સમયે જળાશયોમાં 51.37 ટકા જેટલો પાણીનો સ્ટૉક હતો. 

આગામી પાંચ દિવસ મુંબઈ સહિત રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, એથી જળાશયોમાં પણ સારો વરસાદ પડશે અને પાણીકાપનું સંકટ દૂર થશે એવો અંદાજો પાણીપુરવઠા ખાતાએ વ્યક્ત કર્યો છે.

મુંબઈ એરપોર્ટ પર ગરબાની રમઝટ થી સોશિયલ મીડિયા પર વિવાદ. પ્રાંતવાદ સપાટીએ આવ્યો. જુઓ વિડિયો, જાણો વિગત

સોમવાર સવાર સુધીમાં અપર વૈતરણામાં 155 મિલીમીટર, મોડક સાગરમાં 269.0 મિ.મી.,  તાનસામાં 293.0 મિ.મી.,  મિડલ વૈતરણામાં  306 મિ.મી. ભાતસામાં 201 મિ.મી.,  વિહારમાં 69 મિ.મી. અને તુલસીમાં 142.0 મિ.મી. જેટલો વરસાદ પડ્યો હતો.

Bandra Demolition Threat Case પાકિસ્તાની નંબરથી મળેલી ધમકીનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચે સતારામાંથી આરોપીને દબોચ્યો, PoK લિંકથી તપાસ તેજ!
Borivali Investment Scam રોકાણના નામે વૃદ્ધા સાથે ₹૪૭ લાખની ઠગાઈ ૩ મહિનાથી ફરાર આરોપી જેલભેગો, કસ્તુરબા માર્ગ પોલીસને મળી સફળતા
Thane Wanted Housebreaker ઘરફોડ ચોરીના ૧૫ ગુનામાં વોન્ટેડ રીઢો ગુનેગાર ૩ વર્ષ પછી ગુજરાતમાંથી ઝડપાયો થાણે ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા
Khar Modeling Sex Racket Busted ખારમાં મોડલિંગની આડમાં ચાલતું સેક્સ રેકેટ ઝડપાયું મહિલા દલાલની ધરપકડ, પોલીસે સંઘર્ષ કરતી મોડલને કરાવી મુક્ત
Exit mobile version