ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,19 જુલાઈ 2021
સોમવાર.
મુંબઈ શહેરમાં ધમધોકાર વરસાદ ચાલુ છે. અલગ અલગ વિસ્તારોમાં રહી રહીને ઝાપટા પડી રહ્યા છે. આ પરિસ્થિતિમાં વરલી ખાતે આવેલી બીડીડી ચાલીમાં લોકો હેરાન-પરેશાન થઇ ગયા છે. વાત એમ છે કે અહીં અગાસી પર આવી રહેલું વરસાદનું પાણી સિધ્ધુ પેસેજમાં આવી જાય છે.
ત્યારબાદ તે લોકોના ઘરમાં ઘૂસે છે અને પછી દાદરા ના રસ્તે નીચે ઉતરે છે. લોકોની હાલાકીનો આ વિડિયો જુઓ…
