Site icon

Water Supply: સાવધાન, મુંબઈકરોને જલ્દી જ પાણી કાપનો સામનો કરવો પડી શકે છે, હવે તળાવોમાં માત્ર 22 ટકા પાણી બચ્યું.

Water Supply: શહેરમાં કાળઝાળ ગરમીનું પ્રમાણ વધતા પાણીનું બાષ્પીભવનની પ્રક્રિયામાં પણ વધારો થયો છે. તેથી પાણીનું પ્રમાણ હાલ ઝડપથી ઘટી રહ્યું છે. તેથી જે અનામત પાણીના કવોટાનો ઉપયોગ દર વર્ષે જૂનના મધ્યથી શરૂ થતો હતો. તે હવે આ વખતે અનામત પાણી ક્વોટાનો ઉપયોગ મે મહિનાથી જ શરુ થવાની શક્યતા છે.

Water Supply Beware, Mumbaikars may face water cut soon, now only 22 percent water left in lakes

Water Supply Beware, Mumbaikars may face water cut soon, now only 22 percent water left in lakes

News Continuous Bureau | Mumbai

Water Supply: મહારાષ્ટ્રમાં વધતા તાપમાન સાથે, મુંબઈકરોને પાણી પૂરું પાડતા તળાવોમાં પાણીનો સંગ્રહ હાલ ઝડપથી ઘટી રહ્યો છે. હવે આ સાતેય તળાવોમાં માત્ર 22.61 ટકા જ પાણીનો સંગ્રહ બચ્યો છે. આવી સ્થિતિમાં મુંબઈકરોને ભવિષ્યમાં હવે પાણીની કટોકટીનો સામનો કરવો પડી શકે છે. જો તાપમાન આમ જ ઉંચુ રહેશે તો ચોમાસાની સીઝન સુધીમાં તળાવોમાં સંગ્રહીત અનામત પાણીના જથ્થામાં પણ ઘટાડો થઈ જશે. મહાનગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ કારણે હવે મે મહિનામાં મુંબઈમાં પાણી કાપ લાગુ કરવાની જરૂર પડશે. તેથી મુંબઈકરોએ હવે પાણીનો ઉપયોગ સાવધાનીથી કરવો જોઈએ. 

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકા ( BMC ) પાસે આ તળાવોમાં ઈમરજન્સી માટે પાણીનો અનામત ક્વોટા સંગ્રહીત રાખેલો હોય છે અને હાલ બાકીનું પાણી લગભગ ત્રણ લાખ 27 હજાર 289 મિલિયન લીટર જ પાણી છે. જો કે, આ અનામત પાણીના કવોટાનો ઉપયોગ દર વર્ષે જૂનના મધ્યથી શરૂ થાય છે. પરંતુ આ વખતે અનામત પાણી ક્વોટાનો ઉપયોગ મે મહિનાથી જ શરુ થવાની શક્યતા છે.

 Water Supply: મુંબઈમાં લાગી શકે છે પાણી કાપ..

પાણી વિભાગના ( Water Department ) જણાવ્યા મુજબ ચોમાસાના આગમન સુધી તળાવોમાં ઉપલબ્ધ પાણી અને અનામત પાણીનું આયોજન કરીને જ પાણી પૂરું પાડવાનું રહેશે. જો કે મે મહિનામાં તળાવોમાં પાણીના સંગ્રહની સમીક્ષા કરીને જ પાણી પુરવઠાનું આયોજન કરવામાં આવશે. તે સમયના સંજોગો પ્રમાણે પાણી કાપ ( water crisis ) કેટલા ટકાના હિસાબે મૂકવો કે નહીં? વગેરે અંગે નિર્ણય લેવામાં આવશે. આ સંદર્ભે જળ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, સ્વિમિંગ પુલમાં પાણીના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આ અંગે થોડા દિવસો બાદ નિર્ણય લેવામાં આવશે. હાલ સાત જળાશયોમાંથી ( reservoirs ) મુંબઈને પાણી પૂરું પાડવામાં આવે છે . જેમાં અપર વૈતરણા, મોડક સાગર, તાનસા, મધ્ય વૈતરણા, ભાતસા, વિહાર અને તુલસીમાંથી મુંબઈવાસીઓને દરરોજ 3,950 મિલિયન લિટર પાણી ( Water cut ) પૂરું પાડવામાં આવે છે

આ સમાચાર પણ વાંચો : IPL 2024: KKR સામે આઉટ થયા બાદ ગુસ્સે ભરાયો વિરાટ કોહલી, અમ્પાયરના આ નિર્ણયથી નારાજ દેખાયો કિંગ કોહલી..

ગયા વર્ષે સંતોષકારક વરસાદને કારણે તળાવોમાં આખા વર્ષ માટે પૂરતો પાણીનો ભંડાર રહ્યો હતો. પરંતુ આ વર્ષે કાળઝાળ ગરમીના કારણે આ પાણીનો જથ્થો ઝડપથી ઘટવા લાગ્યો છે. હાલમાં અપર વૈતરણામાં 91 હજાર 300 મિલિયન લીટર અને ભાતસામાં 1 લાખ 37 હજાર મિલિયન લીટર પાણી બચ્યું છે. 20 એપ્રિલના આંકડા મુજબ સાત તળાવોમાં અનામત પાણીની સાથે કુલ 3 લાખ 27 હજાર 289 કરોડ એમએલડી પાણીનો જથ્થો બચ્યો છે. જો કે ઉનાળાની ઋતુના કારણે તળાવોમાં પાણીનું બાષ્પીભવન ઝડપથી થાય છે અને તેથી સંગ્રહાયેલ પાણીનું પ્રમાણ પણ ઝડપથી ઘટે તેવી શક્યતાઓ હાલ વધુ છે.

 

Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Exit mobile version