ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 03 માર્ચ 2022,
ગુરુવાર
મુંબઈ મહાનગરપાલીકાના પાણી પુરવઠા વિભાગે પ્રેસ રિલીઝ જાહેર કરીને લોકોને જાણ કરી છે કે પહેલી માર્ચના રોજ બોરીવલી જળાશય ખાતે 1800 મી.મી. વ્યાસની પાણીની લાઈન તૂટી ગઈ હતી.
આ સંદર્ભે મહાનગરપાલિકાએ તત્કાળ રીપેરીંગ કામ શરૂ કર્યું હતું. હવે તે કામ પૂરું થતા પાલીકાએ જાહેરાત કરી છે કે 3જી માર્ચ થી બોરીવલીના તમામ વિસ્તારમાં રાબેતા મુજબ પાણી પુરવઠો સપ્લાય કરવામાં આવશે.
સાથે એમ પણ જણાવ્યું છે કે પાણી સપ્લાય નો સમય પણ રાબેતા મુજબનો રહેશે.