News Continuous Bureau | Mumbai
અલીબાગ (Alibaug) ને નવી મુંબઈ (Navi Mumbai) અને મુંબઈ મહાનગર સાથે જોડવાનું સપનું ટૂંક સમયમાં સાકાર થશે. નવી મુંબઈવાસીઓ માટે વોટર ટેક્સીની નવી સુવિધા શરૂ કરવામાં આવી રહી છે. આ સુવિધાને કારણે નવી મુંબઈવાસીઓ માત્ર અડધા કલાકમાં અલીબાગ પહોંચી શકશે. આ સેવા આવતીકાલથી એટલે કે શનિવારથી શરૂ થશે. આ વોટર ટેક્સીમાં મુસાફરી કરવા માટે મુસાફરોએ ટિકિટ માટે 300 થી 400 રૂપિયા ચૂકવવા પડશે
વોટર ટેક્સીનું સમયપત્રક
આ રૂટ બેલાપુર(Belapur) થી માંડવા સુધીનો છે અને શનિવાર 26 નવેમ્બરથી આ રૂટ પર વોટર ટેક્સી દોડશે. આ વોટર ટેક્સી બેલાપુર જેટીથી સવારે 8 વાગ્યે ઉપડશે અને 9.15 વાગ્યે માંડવા (Mandwa) પહોંચશે. તો વોટર ટેક્સી માંડવાથી સાંજે 6 વાગ્યે ઉપડશે અને 7.45 વાગ્યે બેલાપુર પહોંચશે. આ વોટર ટેક્સી શનિવાર-રવિવારની રજાઓમાં જ દોડશે. આ માટે ટિકિટ 300 થી 400 રૂપિયા હશે. જેના કારણે બેલાપુરથી માંડવા સુધીનું અંતર માત્ર અડધા કલાકમાં જ કાપી શકાશે. આ સેવા માટે ઓનલાઈન બુકિંગ બુધવારથી શરૂ થશે.
આ સમાચાર પણ વાંચો: મુંબઈ વાશી બજારમાં ફળોના રાજા હાફૂસ કેરીની એન્ટ્રી.. જાણો કેટલી છે એક પેટીની કિંમત..
ઉલ્લેખનીય છે કે મુંબઈ ક્રૂઝ ટર્મિનલથી માંડવા સુધીની વોટર ટેક્સી 1 નવેમ્બરથી શરૂ થઈ ગઈ છે. વોટર ટેક્સી શરૂ થવાથી મુંબઈથી માંડવા સુધીનો પ્રવાસ માત્ર 45 મિનિટમાં પૂરો કરવાનું શક્ય બન્યું છે. દરરોજ 6 રાઉન્ડ ચલાવવામાં આવે છે.
