News Continuous Bureau | Mumbai
મુંબઈ શહેર(Mumbai city)માં ગત ૪૮ કલાકથી મુશળધાર વરસાદ(heavy rain) ચાલુ છે. જેને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં હવે પાણી ભરાવા(water logged)ની શરૂઆત થઈ ગઈ છે. વેધશાળાના આંકડા મુજબ કોલાબામાં ગત ૧૨ કલાક દરમ્યાન 225 મિલીમીટર વરસાદ પડ્યો છે જ્યારે કે સાંતાક્રુઝમાં 170 મીલીમીટર જેટલો વરસાદ પડયો છે. આ ઉપરાંત અંધેરી(Andheri), કુર્લા(Kurla), મુલુંડ, સાયન, ગોરેગામ(Goregoan), બોરીવલી(Borivali), કિંગ સર્કલ આ વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે.
આ સમાચાર પણ વાંચો : શું આજે બપોરે મુંબઈ થંભી જશે- 1:30 વાગે મોટી ભરતી છે- જાણો કેટલા મીટર ના મોજા ઉછળશે
