ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૩ એપ્રિલ 2021
શનિવાર
ઉત્તર મુંબઈમાં માગાઠાણે પાસે ફૂટ ઓવરબ્રિજ એટલે કે પદચારી પુલનું કામ શનિવારે રાત્રે હાથ ધરવામાં આવશે. આ માટે ગડર ચડાવવાનું કામ 11:00 શરૂ કરવામાં આવશે જે રવિવારે સવારે છ વાગ્યા સુધી ચાલુ રહેશે. આ દરમિયાન મલાડ થી બોરીવલી સુધી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે સંપૂર્ણ રીતે બંધ રહેશે.
મહારાષ્ટ્ર પોલીસના ટ્રાફિક વિભાગે આ સંદર્ભે પ્રેસ રિલીઝ જાહેર કરી છે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ ભારે વાહન પસાર નહીં થઈ શકે. બીજી તરફ હલકા વાહનો એ ઉત્તર મુંબઈ તરફ જવા માટે મલાડ થી એસવી રોડ લેવો પડશે અને ત્યારબાદ બોરીવલી થી હાઇવે પર જઈ શકશે. જ્યારે કે વિરાર થી આવનાર વાહન વ્યવહાર એ દહિસર થી લિંક રોડ પકડવો પડશે અને મલાડ થી તેઓ ફરી એકવાર હાઇવે પર આવી શકશે.
વાહન વ્યવહાર માટે ટ્રાફિક પોલીસ દ્વારા ઠેકઠેકાણે બેનર પણ વગાવવામાં આવશે.
