Site icon

Western Railway festival special trains 2025: પશ્ચિમ રેલવે ચલાવશે ગાંધીધામ-સિયાલદહ અને ભાવનગર ટર્મિનસ-શકૂર બસ્તી (દિલ્લી) વચ્ચે અઠવાડિક સ્પેશિયલ ટ્રેનો

પશ્ચિમ રેલવે દ્વારા દિવાળી અને છઠ પૂજા ફેસ્ટિવલ સીઝન દરમિયાન યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં ગાંધીધામ-સિયાલદહ અને ભાવનગર ટર્મિનસ-શકૂર બસ્તી (દિલ્લી) વચ્ચે વિશેષ ભાડા પર અઠવાડિક સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે. વિગતો આ પ્રમાણે છે

Western Railway festival special trains 2025 પશ્ચિમ રેલવે ચલાવશે ગાંધીધામ-સિયાલદહ અને ભાવનગર ટર્મિનસ

Western Railway festival special trains 2025 પશ્ચિમ રેલવે ચલાવશે ગાંધીધામ-સિયાલદહ અને ભાવનગર ટર્મિનસ

News Continuous Bureau | Mumbai

• ટ્રેન નંબર 09437/09438 ગાંધીધામ-સિયાલદહ-ગાંધીધામ સ્પેશિયલ (08 ફેરા)

Join Our WhatsApp Community

ટ્રેન નંબર 09437 ગાંધીધામ-સિયાલદહ સ્પેશિયલ 17 સપ્ટેમ્બર 2025 થી 8 ઓક્ટોબર 2025 સુધી દરેક બુધવારે ગાંધીધામથી 18.25 કલાકે ઉપડશે તથા ત્રીજા દિવસે 16.15 કલાકે સિયાલદહ પહોંચશે. આ જ રીતે, ટ્રેન નંબર 09438 સિયાલદહ-ગાંધીધામ સ્પેશિયલ 20 સપ્ટેમ્બર 2025 થી 11 ઓક્ટોબર 2025 સુધી દરેક શનિવારે સિયાલદાહથી 05.15 કલાકે ઉપડશે તથા ત્રીજા દિવસે 02.00 કલાકે ગાંધીધામ પહોંચશે.
માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન સામાખિયાલી, ધ્રાંગધ્રા, અમદાવાદ, છાયાપુરી, રતલામ, ભવાની મંડી, રામગંજ મંડી, કોટા, ગંગાપુર સિટી, બયાના, ઈદગાહ, ટૂંડલા, કાનપુર સેન્ટ્રલ, પ્રયાગરાજ, મિર્જાપુર, પં. દીનદયાળ ઉપાધ્યાય, ભભુઆ રોડ, સાસારામ, ડેહરી ઓનસોન, અનુગ્રહ નારાયણ રોડ, ગયા, કોડરમા, હજારી બાગ, પારસનાથ, એનએસસી બૉસ ગોમો, ધનબાદ, આસનસોલ, દુર્ગાપુર અને બર્દ્ધમાન સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી-2 ટિયર,એસી-3 ટિયર, સ્લીપર અને સામાન્ય શ્રેણીના કોચ રહેશે.

• ટ્રેન નંબર 09257/09258 ભાવનગર ટર્મિનસ-શકૂર બસ્તી સ્પેશિયલ (22 ફેરા)

ટ્રેન નંબર 09257 ભાવનગર ટર્મિનસ-શકૂર બસ્તી સ્પેશિયલ 19 સપ્ટેમ્બર 2025 થી 28 નવેમ્બર 2025 સુધી દરેક શુક્રવારે ભાવનગરથી 13.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે 10:35 કલાકે શકૂર બસ્તી પહોંચશે. આ જ રીતે, ટ્રેન નંબર 09258 શકૂર બસ્તી-ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ 20 સપ્ટેમ્બર 2025 થી 29 નવેમ્બર 2025 સુધી દરેક શનિવારે શકૂર બસ્તીથી 13:15 કલાકે ઉપડશે અને બીજા દિવસે 10.45 કલાકે ભાવનગર પહોંચશે.

આ સમાચાર પણ વાંચો : Mumbai Airport exotic animals: મુંબઈ એરપોર્ટ પરથી બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી 67 વિદેશી પ્રાણીઓ જપ્ત

આ ટ્રેન બંને દિશાઓમાં ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, લીંબડી, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, મહેસાણા, પાલનપુર, આબૂરોડ, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, દૌસા, બાંદીકુઈ, અલવર, રેવાડી, ગુડગાંવ અને દિલ્લી કેન્ટ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી-2 ટિયર, એસી-3 ટિયર (ઈકોનૉમી), સ્લીપર ક્લાસ અને દ્વિતીય શ્રેણીના સામાન્ય કોચ હશે.

ટ્રેન નંબર 09437 અને 09257 નું બુકિંગ 16 સપ્ટેમ્બર, 2025 થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોના રોકાણ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Amit Satam: અમિત સાટમનો ખુલાસો: વિવાદાસ્પદ ‘ખાન’ નિવેદન પર સ્પષ્ટતા, વિપક્ષ પર સાધ્યું નિશાન .
Exit mobile version