ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૫ મે ૨૦૨૧
મંગળવાર
મુંબઈની લોકલ ટ્રેન છેલ્લા ઘણા સમયથી સામાન્ય લોકો માટે બંધ છે. આ પરિસ્થિતિમાં રેલવે વિભાગને હવે મુસાફરી કરનાર પ્રવાસી સંગઠનો તરફથી ટ્રાવેલિંગ સંદર્ભે સૂચનો મળી રહ્યાં છે. એક સંગઠને રેલવે પાસે એવી માગણી મૂકી છે કે જે વ્યક્તિએ વેક્સિન લઈ લીધી હોય તે વ્યક્તિને લોકલ ટ્રેનમાં મુસાફરી કરવા માટે પરવાનગી આપવામાં આવે.
ચોરવા ગયા કોરોનાની રસી અને ભૂલથી ચોરી થઈ પોલિયોની રસી
જોકે આ પ્રકારના સૂચન સંદર્ભે રેલવે વિભાગે હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી તેમ જ આવા સૂચન પર અમલ કરવું એ રેલવેના હાથમાં નથી. આ પરિસ્થિતિમાં આ સૂચનને સરકારી અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. જો સ્પેશિયલ કમિટીમાં આ સંદર્ભે કોઈ ઠરાવ પસાર થાય તો અનેક લોકોને રાહત મળશે.
