Site icon

રેલ યાત્રીઓ માટે સારા સમાચાર- મુંબઈથી રાજસ્થાન વચ્ચે વેસ્ટર્ન રેલવેએ શરૂ કરી નવી એક્સપ્રેસ ટ્રેન આ સ્ટેશનો પર કરશે હોલ્ટ

News Continuous Bureau | Mumbai

મુંબઈથી ગુજરાત અને રાજસ્થાન (Mumbai to Gujarat and Rajasthan) જવા માટે વેસ્ટર્ન રેલવેએ(Western railway ) રવિવારથી નવી એક્સપ્રેસ ટ્રેન(Express train) ચાલુ કરી છે.  મુંબઈથી ગુજરાત થઈને રાજસ્થાનના વિવિધ શહેરોને હવે ટ્રેનના માધ્યમથી વધુ સારી કનેક્ટિવિટ ઉપલ્બધ થશે.

Join Our WhatsApp Community

મુંબઈગરાની સુવિધા માટે વેસ્ટર્ન રેલવેએ દાદર અને ભગત કી કોઠી (જોધપુર) વચ્ચેની નવી એક્સપ્રેસ ટ્રેન ચાલુ કરી છે. રવિવાર, 25મી સપ્ટેમ્બર, 2022ના રોજ દાદર સ્ટેશનથી(Dadar Station) સાંસદ દેવજી પટેલ(MP Devji Patel) અને સાંસદ રાહુલ શેવાળેને(MP Rahul Shewale) હસ્તે  લીલી ઝંડી બતાવીને ટ્રેનનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

પશ્ચિમ રેલવેના જણાવ્યા મુજબ મુંબઈ અને ભગત કી કોઠી (જોધપુર)(Jodhpur) વચ્ચે આ નવી ટ્રેન શરૂ કરવામાં આવી છે. સમદરી-ભીલડી સેક્શન પર આ ટ્રેનનો લાભ સ્થાનિક  લોકોને મળશે અને પાલી થઈને થતા ટ્રાફિકમાં(Traffic) પણ રાહત થશે. આ નવી ટ્રેન સેવા આ રૂટ પર સતત વધતી જતી માંગને પૂરી કરશે અને વેપાર અને રોજગાર માટે મુસાફરી કરતા લોકો તેમજ સામાન્ય પ્રવાસીઓ અને પ્રવાસીઓ માટે અત્યંત અનુકૂળ રહેશે.

આ સમાચાર પણ વાંચો : નવરાત્રીના અવસરે મુંબઈવાસીઓ માટે BESTની ઝક્કાસ ઓફર- માત્ર 19 રૂપિયામાં આટલી બસ ટ્રીપનો મળશે લાભ

નિયમિત સેવા તરીકે, ટ્રેન નંબર 14808 દાદર – ભગત કી કોઠી એક્સપ્રેસ (ત્રિ-સાપ્તાહિક) દાદરથી દર સોમવાર, બુધવાર અને શનિવારે 00.05 કલાકે ઉપડશે અને તે જ દિવસે 18.00 કલાકે ભગત કી કોઠી પહોંચશે. આ ટ્રેન 28 સપ્ટેમ્બર, 2022 થી નિયમિત દોડશે. એ જ રીતે, ટ્રેન નંબર 14807 ભગત કી કોઠી – દાદર એક્સપ્રેસ (ત્રિ-સાપ્તાહિક) દર રવિવાર, મંગળવાર અને શુક્રવારે 05.30 કલાકે ભગત કી કોઠીથી ઉપડશે અને તે જ દિવસે 22.15 કલાકે દાદર પહોંચશે.
આ ટ્રેન 27 સપ્ટેમ્બર 2022થી નિયમિત દોડશે. ટ્રેન રૂટમાં બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા, અમદાવાદ, સાબરમતી, મહેસાણા, પાટણ, ભીલડી, ધાનેરા, રાણીવાડા, મારવાડ, ભીનમાલ, જાલોર અને સમદરી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ છે.

 

 

Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Exit mobile version