Site icon News Continuous Bureau | Mumbai

Western Railway: મુંબઈ ડિવિઝનના વિરાર-વૈતરણા સેક્શન વચ્ચે બ્લોકને કારણે કેટલીક ટ્રેનો રેગ્યુલેટ થશે

Western Railway: પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝન પર વિરાર-વૈતરણા સેક્શન વચ્ચે બ્રિજ નંબર 90 પર સ્ટીલ ગર્ડરને PSC સ્લેબ સાથે બદલવા માટે બ્લોક લેવામાં આવશે.

Western Railway Some trains will be regulated due to block between Virar-Vaitarna section of Mumbai division

Western Railway Some trains will be regulated due to block between Virar-Vaitarna section of Mumbai division

News Continuous Bureau | Mumbai

Western Railway:  પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝન ( Mumbai Division ) ર વિરાર-વૈતરણા સેક્શન ( Virar-Vaitarna section ) વચ્ચે બ્રિજ નંબર 90 પર સ્ટીલ ગર્ડરને PSC સ્લેબ સાથે બદલવા માટે બ્લોક ( Block ) લેવામાં આવશે. આ બ્લોક 24/25 મે, 2024ની મધ્યરાત્રિના 22.50 કલાકથી 04.50 કલાક સુધી રહેશે. આ બ્લોકને કારણે અમદાવાદ મંડળથી ( Ahmedabad Mandal ) ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો રિશેડ્યૂલ/રેગ્યુલેટ કરવામાં આવશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:- 

Join Our WhatsApp Channel

Western Railway:  રેગ્યુલેટ (મોડી) થનારી ટ્રેનો ( Express Train ) 

  1. 24 મે, 2024 ની ટ્રેન નંબર 12297 અમદાવાદ-પુણે દુરંતો એક્સપ્રેસ 03 કલાક રેગ્યુલેટ થશે.
  2. 24 મે, 2024 ની ટ્રેન નંબર 22928 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ લોક શક્તિ એક્સપ્રેસ 02 કલાક 30 મિનિટ રેગ્યુલેટ થશે.
  3. 24 મે, 2024 ની ટ્રેન નંબર 12902 અમદાવાદ-દાદર સુપરફાસ્ટ એક્સપ્રેસ 02 કલાક 15 મિનિટ રેગ્યુલેટ થશે.
  4. 24 મે, 2024 ની ટ્રેન નંબર 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ 03 કલાક રેગ્યુલેટ થશે.
  5.     24 મે, 2024 ની ટ્રેન નંબર 19218 વેરાવળ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 02 કલાક 30 મિનિટ રેગ્યુલેટ થશે.
  6.     23 મે, 2024ની ટ્રેન નંબર 14701 શ્રી ગંગાનગર-બાંદ્રા ટર્મિનસ અમરાપુરા અરાવલી એક્સપ્રેસ 02 કલાક 15 મિનિટ રેગ્યુલેટ થશે.
  7.     ટ્રેન નંબર 14707 બિકાનેર-દાદર રાણકપુર એક્સપ્રેસ 01 કલાક રેગ્યુલેટ થશે.
  8. ટ્રેન નંબર 20944 ભગત કી કોઠી-બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ 01 કલાક રેગ્યુલેટ થશે.
  9. ટ્રેન નંબર 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ 01 કલાક રેગ્યુલેટ થશે.
  10. ટ્રેન નંબર 12972 ભાવનગર-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ 01 કલાક મોડી દોડશે.

આ સમાચાર  પણ વાંચો:  Mumbai Water Cut: પાણી સાચવીને વાપરજો.. વર્લી, લોઅર પરેલ, કરી રોડમાં આવતીકાલે વહેલી સવારે મુકાશે પાણીકાપ ; જાણો કારણ..

યાત્રીઓને વિનંતી કરવામાં આવે છે કે ઉપરોક્ત ફેરફારો ધ્યાનમાં રાખીને તેમની યાત્રા કરે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ambergris Seizure। મલાડમાં ‘ફ્લોટિંગ ગોલ્ડ’નો પર્દાફાશ ૧.૧૫ કરોડની કિંમતની વ્હેલ માછલીની ઉલટી સાથે એકની ધરપકડ
Crypto Scam। ક્રિપ્ટોકરન્સીમાં રોકાણનું સપનું બતાવ્યું અને ૬૦ લાખનો ચૂનો લગાવ્યો સાયબર સેલે ઠગ ટોળકીના સાગરિતને દબોચ્યો
Mira Road Attack। મીરા રોડમાં ધર્મઝનૂની હુમલો ‘કલમા’ પઢવાની માંગણીનો ઇનકાર કરતા સિક્યોરિટી ગાર્ડ્સ પર ચાકુના ઘા
Goregaon Stunt। ગોરેગાંવમાં સોશિયલ મીડિયા ‘રીલ’ બનાવવાના પાગલપણાનો ભોગ બન્યો જાહેર રસ્તો પેટ્રોલ છાંટીને લગાવી આગ
Exit mobile version