Site icon

લોકલ યાત્રી કૃપયા ધ્યાન દે.. પશ્ચિમ રેલવેના આ સ્ટેશનો વચ્ચે રવિવારે પાંચ કલાકનો જમ્બો બ્લોક.. ટ્રેનોને થશે અસર..

Western Railway to carry out jumbo block between Andheri and Borivli stations on Sunday

લોકલ યાત્રી કૃપયા ધ્યાન દે.. પશ્ચિમ રેલવેના આ સ્ટેશનો વચ્ચે રવિવારે પાંચ કલાકનો જમ્બો બ્લોક.. ટ્રેનોને થશે અસર..

News Continuous Bureau | Mumbai

ટ્રેક, સિગ્નલિંગ સિસ્ટમ અને ઓવરહેડ સાધનોની જાળવણી અને સમારકામ માટે, પશ્ચિમ રેલવે અંધેરી અને બોરીવલી સ્ટેશનો વચ્ચે અપ અને ડાઉન એક્સપ્રેસ લાઇન પર ( Sunday )  રવિવારે (08 જાન્યુઆરી 2023) સવારે 10.00 થી બપોરે 3.00 વાગ્યા સુધી પાંચ કલાકનો ( jumbo block ) જમ્બો બ્લોક હાથ ધરશે. પશ્ચિમ રેલવેના ( Western Railway ) મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે એક પ્રેસ રિલીઝમાં આ માહિતી આપી છે.

બ્લોક દરમિયાન અપ અને ડાઉન દિશામાં તમામ ફાસ્ટ ટ્રેનો અંધેરી અને બોરીવલી સ્ટેશનો વચ્ચે અપ અને ડાઉન સ્લો લાઇન પર ચલાવવામાં આવશે. બ્લોકને કારણે કેટલીક અપ અને ડાઉન ઉપનગરીય ટ્રેનો રદ રહેશે. તેમજ બોરીવલીથી ગોરેગાંવ સુધીની કેટલીક ધીમી ટ્રેનો હાર્બર રૂટ પર ચલાવવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  ગજબ કે’વાય હો.. મુંબઈની એસી ટ્રેનમાં પણ લોકલ ડબ્બા જેટલી ભીડ, મુસાફરોની સંખ્યા અધધ આટલા કરોડને પાર

Exit mobile version