Site icon News Continuous Bureau | Mumbai

યાત્રી કૃપયા ધ્યાન દે! વાનગાંવ અને દહાણુ રોડ વચ્ચે રવિવારે મેજર ટ્રાફિક બ્લોકઃ પશ્ર્ચિમ રેલવેની ટ્રેનોને થશે અસર…

News Continuous Bureau | Mumbai

વેસ્ટર્ન રેલવે(Western Railway)માં રવિવારે મેજર બ્લોક(Block) ધરવામા આવવાનો છે, તેને કારણે ગુજરાત સહિત ઉત્તર ભારત જતી અનેક ટ્રેનો(Train)ને તેની અસર થવાની છે. અમુક ટ્રેન રદ કરવામાં આવી છે, તો અમુક ટ્રેનને ટૂંકાવી દેવામાં આવી છે.
વેસ્ટર્ન રેલવેના જણાવ્યા મુજબ આવતી કાલે 22 મે રવિવારના બ્રિજ નંબર 166 અને 169 પર કાયમી ડાયવર્ઝનનું કામ હાથ ધરવા માટે વાનગાંવ(Vangaon) અને દહાણુ રોડ (Dahanu Road)સ્ટેશન વચ્ચે એક મોટો ટ્રાફિક બ્લોક હાથ ધરવામાં આવશે, જેના કારણે અમુક  ટ્રેનોને રેગ્યુલેટ કરવામાં આવશે. અમુક ટ્રેનને ટર્મિનેટ તો અમુકને આંશિક રીતે રદ કરવામાં આવશે. એ સાથે જ મુસાફરોના લાભ માટે કેટલીક ટ્રેનોને વધારાના હોલ્ટ આપવામાં આવશે. અપ મેઇન લાઇન પર  સવારના 7:00 કલાકથી બપોરના 3.00 વાગ્યા સુધી બ્લોક લેવામાં આવશે અને બપોરના 12:20 થી 1:20 કલાક સુધી ડાઉન મેઇન લાઇન પર એક  કલાકનો બ્લોક લેવામાં આવશે.

Join Our WhatsApp Channel

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી દ્વારા જારી કરાયેલ એક અખબારી યાદી મુજબ, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

22મી મે, 2022ના રોજ ટ્રેનો રદ

1. ટ્રેન નંબર 12921 મુંબઈ સેન્ટ્રલ – સુરત એક્સપ્રેસ.
2. ટ્રેન નંબર 12935 બાંદ્રા ટર્મિનસ – સુરત એક્સપ્રેસ.
3. ટ્રેન નંબર 12995 બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ- અજમેર એક્સપ્રેસ
4. ટ્રેન નંબર 09143 વિરાર- વલસાડ મેમુ.
5. ટ્રેન નંબર 09159 બાંદ્રા ટર્મિનસ – વાપી મેમુ.
6. ટ્રેન નંબર 12922 સુરત એક્સપ્રેસ – મુંબઈ સેન્ટ્રલ
7. ટ્રેન નંબર 12936 સુરત – બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ.
8. ટ્રેન નંબર 12996 અજમેર એક્સપ્રેસ- બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 21મી મે 2022ના રોજ શરૂ થઈ રહી છે.
એ સિવાય દહાણુ રોડ – બોરીવલી મેમુ, વાપી – વિરાર મેમુ, બોરીવલી – દહાણુ રોડ લોકલ, વિરાર- દહાણુ રોડ લોકલ, દહાણુ રોડ – દાદર લોકલ, દહાણુ રોડ – ચર્ચગેટ લોકલ પણ રદ કરવામાં આવશે.

22મી મે, 2022ના રોજ આંશિક રીતે રદ કરાયેલ અને ટૂંકી ટર્મિનેટ કરાયેલી ટ્રેનો
 
1. ટ્રેન નંબર 22929 દહાણુ રોડ – વડોદરા એક્સપ્રેસ દહાણુ રોડ અને ભીલાડ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે અને ભીલાડથી ઉપડશે.
2. ટ્રેન નંબર 12480 બાંદ્રા ટર્મિનસ – જોધપુર સૂર્ય નગરી એક્સપ્રેસ બાંદ્રા ટર્મિનસ અને સુરત વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે અને સુરતથી ઉપડશે
3. ટ્રેન નંબર 12933 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલ અને વલસાડ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે અને વલસાડથી ઉપડશે.
4. ટ્રેન નંબર 12490 દાદર – બિકાનેર એક્સપ્રેસ દાદર અને વાપી વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે અને વાપીથી ઉપડશે.
5. ટ્રેન નંબર 82901 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ તેજસ એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલ અને વાપી વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે અને વાપીથી ઉપડશે.
6. ટ્રેન નં.22955 બાંદ્રા ટર્મિનસ – ભુજ કચ્છ એક્સપ્રેસ બાંદ્રા ટર્મિનસ અને વલસાડ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે અને વલસાડથી ઉપડશે.
7. ટ્રેન નંબર 20907 દાદર – ભુજ એક્સપ્રેસ દાદર અને બીલીમોરા વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે અને બીલીમોરાથી ઉપડશે.
8. ટ્રેન નંબર 09085 બોરીવલી – વલસાડ મેમુ બોરીવલી અને દહાણુ રોડ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે અને તેથી તે દહાણુ રોડ અને વલસાડ વચ્ચે દોડશે.
9. ટ્રેન નંબર 01338 ડોમ્બિવલી – બોઈસર મેમુ પાલઘર ખાતે ટૂંકી ટર્મિનેટ કરવામાં આવશે અને તેથી પાલઘર અને બોઈસર વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.
10. ટ્રેન નં. 12479 જોધપુર – બાંદ્રા ટર્મિનસ સૂર્ય નગરી એક્સપ્રેસ, 21મી મે, 2022ના રોજથી શરૂ થનારી મુસાફરી સુરત ખાતે ટૂંકી સમાપ્ત થશે અને તેથી સુરત અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.
11. ટ્રેન નંબર 12934 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ વલસાડ ખાતે ટૂંકી ટર્મિનેટ કરવામાં આવશે અને તેથી વલસાડ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.
12. ટ્રેન નંબર 19002 સુરત – વિરાર એક્સપ્રેસ વલસાડ ખાતે ટૂંકી ટર્મિનેટ કરવામાં આવશે અને તેથી વલસાડ અને વિરાર વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.
13. ટ્રેન નંબર 12489 બિકાનેર – દાદર એક્સપ્રેસ, 21મી મે, 2022ના રોજ શરૂ થનારી મુસાફરી ટૂંકી સમાપ્ત થશે

એ સિવાય  ચર્ચગેટ – દહાણુ રોડ લોકલ બોઈસર ખાતે ટૂંકી ટર્મિનેટ થશે અને તેથી બોઈસર અને દહાણુ રોડ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે. અંધેરી – દહાણુ રોડ લોકલ બોઈસર ખાતે ટૂંકી ટર્મિનેટ થશે અને તેથી બોઈસર અને દહાણુ રોડ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે. વિરાર – દહાણુ રોડ લોકલ બોઈસર ખાતે ટૂંકી હશે અને તેથી બોઈસર અને દહાણુ રોડ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.  ચર્ચગેટ – દહાણુ રોડ લોકલ બોઈસર ખાતે ટૂંકી ટર્મિનેટ થશે અને તેથી બોઈસર અને દહાણુ રોડ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે. વડોદરા-દહાણુ રોડ એક્સપ્રેસ ભીલાડ ખાતે ટૂંકી ઉપડશે અને તેથી ભીલાડ અને દહાણુ રોડ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : PM Modi વિદેશ પ્રવાસે, ક્વાડ સંમેલનમાં ભાગ લેવા આ મહિનાની 24 તારીખે જશે જાપાન, આ ત્રણ દિગ્ગજ રાષ્ટ્રપ્રમુખો સાથે કરશે બેઠક..

Mumbai Property Registrations July જુલાઈ માસમાં મુંબઈમાં ૧૩ હજારથી વધુ પ્રોપર્ટીની નોંધણી થઈ રિયલ એસ્ટેટ માર્કેટમાં જબરદસ્ત ઉછાળો
Ghatkopar College Student ઘાટકોપરમાં વિદ્યાર્થીઓ વચ્ચે વિવાદ સામાન્ય બોલચાલની અદાવતમાં તીક્ષ્ણ હથિયાર બતાવી ધમકી આપતાં ચકચાર
Jogeshwari Police જોગેશ્વરી પોલીસની સરાહનીય કામગીરી ટીશર્ટ પર લખેલા નામની મદદથી ગુમ થયેલા દિવ્યાંગ બાળકનું પરિવાર સાથે કરાવ્યું મિલન
Maharashtra Cyber FIR AI Morphed Videos મહારાષ્ટ્ર સાયબરની કડક કાર્યવાહી વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રીના એઆઈમોર્ફ્ડ વીડિયો મામલે એફઆઈઆર દાખલ
Exit mobile version