Site icon News Continuous Bureau | Mumbai

Western Railway : પશ્ચિમ રેલ્વે પર આ સ્ટેશનો વચ્ચે લેવાશે આજે ત્રણ કલાકનો નાઈટ બ્લોક, લોકલ ટ્રેનો ફાસ્ટ રૂટ પર કરાશે ડાયવર્ટ..

Western Railway : સાંતાક્રુઝ અને માહિમ સ્ટેશનો વચ્ચે પશ્ચિમ રેલવેનો નાઇટ બ્લોક

Western Railway Western Railway Announces Jumbo Block Between Mahim and santacruz

Western Railway Western Railway Announces Jumbo Block Between Mahim and santacruz

  News Continuous Bureau | Mumbai

Western Railway : પશ્ચિમ રેલવેએ તેના ઉપનગરીય રેલ નેટવર્ક પર બ્લોકની જાહેરાત કરી છે. આ જરૂરી જાળવણી કાર્ય રાતભર હાથ ધરવામાં આવશે, જે દિવસ દરમિયાન મુસાફરોને રાહત આપશે.

Join Our WhatsApp Channel

Western Railway : સાંતાક્રુઝ અને માહિમ જંક્શન સ્ટેશનો વચ્ચે  નાઇટ બ્લોક

ટ્રેક, સિગ્નલિંગ અને ઓવરહેડ સાધનોની જાળવણી માટે આજે શનિવાર/રવિવારની મધ્યરાત્રિએ સાંતાક્રુઝ અને માહિમ જંક્શન સ્ટેશનો વચ્ચે, ડાઉન સ્લો લાઇન પર 01.00 વાગ્યા થી 04.30 વાગ્યા સુધી એમ 3:30 કલાકનો જમ્બો બ્લોક રહેશે જ્યારે અપ સ્લો લાઇન પર 01.30 વાગ્યા થી 04.30 વાગ્યા સુધી 3 કલાકનો જમ્બો બ્લોક લેવામાં આવશે.

Western Railway : આ રીતે કરવામાં આવ્યો ફેરફાર 

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી વિનીત અભિષેક દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, બ્લોક દરમિયાન તમામ ડાઉન સ્લો લાઇન ટ્રેનો મુંબઈ સેન્ટ્રલ (લોકલ) અને સાંતાક્રુઝ સ્ટેશનો વચ્ચે ડાઉન ફાસ્ટ લાઇન પર ચલાવવામાં આવશે. આ કારણે પ્લેટફોર્મની અપૂરતી લંબાઈને કારણે લોકલ ટ્રેનોને લોઅર પરેલ, માહિમ અને ખાર રોડ સ્ટેશનો પર ડબલ હોલ્ટ આપવામાં આવશે અને પ્લેટફોર્મની અનુપલબ્ધતાને કારણે આ ટ્રેનો મહાલક્ષ્મી, પ્રભાદેવી અને માટુંગા રોડ સ્ટેશનો પર રોકાશે નહીં.

આ સમાચાર પણ વાંચો  : Mumbai Local Mega Block: આવતીકાલે રવિવારે સેન્ટ્રલ અને હાર્બર રેલવે પર મેગાબ્લોક, શેડ્યૂલ ચેક કરીને જ ઘરની બહાર નીકળો..

આ બ્લોકની વિગતવાર માહિતી સંબંધિત સ્ટેશન માસ્તરો પાસે ઉપલબ્ધ છે. મુસાફરોને ઉપરોક્ત બ્લોક વ્યવસ્થાને ધ્યાનમાં રાખવા વિનંતી છે.

શિનવારે નાઈટ બ્લોક હોવાથી આવતીકાલે રવિવાર, 21 જુલાઈ, 2024 ના રોજ પશ્ચિમ રેલ્વેના ઉપનગરીય વિભાગ પર કોઈ દિવસનો બ્લોક રહેશે નહીં.

 

Dahisar Senior Citizen Digital Arrest મુંબઈમાં સિનિયર સિટીઝનને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી ₹૧૧.૭૦ લાખ પડાવનાર જોગેશ્વરીનો યુવક ઝડપાયો સીબીઆઈના નામે ધમકાવ્યા હતા
Mumbai Cyber Fraud Digital Arrest ટેરર ફંડિંગના નામે વરિષ્ઠ મહિલાને ૧૪ દિવસ ‘ડિજિટલ અરેસ્ટ’ રાખી ₹૬૧.૪૭ લાખ પડાવ્યા મુંબઈમાં સાયબર ઠગોનો આતંક
Borivali Share Market Investment Fraud શેરબજારમાં રોકાણના નામે ₹૭૭.૪૫ લાખની ઠગાઈ આચરનાર વોન્ટેડ આરોપી બે વર્ષે બોરીવલીથી ઝડપાયો વૃદ્ધ વેપારી બન્યા હતા શિકાર
Mumbra Heavy Deposit Scheme Fraud મુંબ્રામાં ‘હેવી ડિપોઝિટ સ્કીમ’ના નામે ૨૦થી ૨૫ નાગરિકો સાથે ₹૫૫.૧૫ લાખની છેતરપિંડી પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી
Exit mobile version