Site icon

Western Railway : પશ્ચિમ રેલ્વે પર આ સ્ટેશનો વચ્ચે લેવાશે આજે ત્રણ કલાકનો નાઈટ બ્લોક, લોકલ ટ્રેનો થશે શોર્ટ ટર્મિનેટેડ.. જુઓ યાદી

Western Railway Western Railway to operate night block between Churchgate and Marine Lines, check details

Western Railway Western Railway to operate night block between Churchgate and Marine Lines, check details

  News Continuous Bureau | Mumbai 

Western Railway : આજે વાનખેડે ફૂટ ઓવરબ્રિજ (દક્ષિણ) ના મુખ્ય ગર્ડર્સને ડી-લોન્ચ કરવા માટે લેવામાં આવશે. આ કામ માટે ચર્ચગેટ ( Churchgate ) અને મરીન લાઇન્સ સ્ટેશનો વચ્ચે 25/26 મે, 2024 (શનિવાર/રવિવાર) ની મધ્યરાત્રિ 01.10 કલાકથી 04.10 કલાક સુધી ત્રણ કલાકનો મોટો બ્લોક લેવામાં આવશે.. બ્લોક દરમિયાન મુંબઈ ( Mumbai news ) ની કેટલીક ઉપનગરીય ટ્રેનો શોર્ટ ટર્મિનેટ થઈ જશે.

પશ્ચિમ રેલ્વેના જનસંપર્ક વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી મુજબ આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

આ સમાચાર પણ વાંચો: Caught on Camera: ફિલ્મના સીન પણ ફિક્કા પડે એવી ચોરી, ચાલતી ટ્રકમાંથી આ રીતે 3 બદમાશોએ ખેલ પાડી દીધો.. જુઓ વિડીયો

25/26 મે, 2024 ના રોજ મુંબઈ ઉપનગરીય ટ્રેન સેવાઓ પર અસર:-

  1. ટ્રેન નંબર 91014 બોરીવલી-ચર્ચગેટ લોકલ 26મી મે, 2024ના રોજ 00.10 કલાકે બોરીવલીથી ઉપડતી મુંબઈ સેન્ટ્રલ ખાતે શોર્ટ ટર્મિથશે.    
  2. ટ્રેન નંબર 91018 વિરાર-ચર્ચગેટ લોકલ 25મી મે, 2024ના રોજ 23.49 કલાકે વિરારથી ઉપડતી મુંબઈ સેન્ટ્રલ ખાતે શોર્ટ ટર્મિનેટ થશે.       
  3. ટ્રેન નંબર 91020 બોરીવલી-ચર્ચગેટ લોકલ 26મી મે, 2024ના રોજ સવારે 00.30 કલાકે બોરીવલીથી ઉપડતી મુંબઈ સેન્ટ્રલ ખાતે શોર્ટ ટર્મિનેટ થશે.
  4. ટ્રેન નંબર 91024 વિરાર-ચર્ચગેટ લોકલ 26મી મે, 2024ના રોજ સવારે 00.05 કલાકે વિરારથી ઉપડતી મુંબઈ સેન્ટ્રલ ખાતે શોર્ટ ટર્મિનેટ થશે.
  5. ટ્રેન નંબર 90011 ચર્ચગેટ-વિરાર 1 લોકલ 26મી મે, 2024ના રોજ ચર્ચગેટથી 04.15 કલાકે ઉપડનારી લોકલ ચર્ચગેટ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે આંશિક રીતે રદ રહેશે અને મુંબઈ સેન્ટ્રલ 04.25 કલાકે ઉપડશે. 
  6. ટ્રેન નંબર 90015 ચર્ચગેટ-બોરીવલી લોકલ જે 26મી મે, 2024ના રોજ ચર્ચગેટથી 04.18 કલાકે ઉપડશે તે ચર્ચગેટ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે આંશિક રીતે રદ રહેશે અને મુંબઈ સેન્ટ્રલથી 04.28 કલાકે ઉપડશે. 
  7. ટ્રેન નંબર 91012 વિરાર-ચર્ચગેટ લોકલ 25મી મે, 2024ના રોજ 23.30 કલાકે વિરારથી ઉપડતી ચર્ચગેટ 01.10 કલાકે પહોંચશે. 25 મે, 2024ના રોજ વિરારથી ચર્ચગેટ સુધી દોડનારી આ છેલ્લી લોકલ હશે.  

 

Exit mobile version