Site icon

Winter Special Trains: વતન જતા મુસાફરો માટે ખાસ સમાચાર, પશ્ચિમ રેલવે વિવિધ સ્થળો માટે વિશેષ ભાડા પર ચલાવશે આ શીતકાલીન સ્પેશલ ટ્રેનો

Winter Special Trains: પશ્ચિમ રેલવે વિવિધ સ્થળો માટે ચલાવશે ફેસ્ટિવલ સ્પેશલ ટ્રેનો

Western Railway will run these winter special trains for various destinations at special fares

Western Railway will run these winter special trains for various destinations at special fares

News Continuous Bureau | Mumbai

Winter Special Trains: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે અને મુસાફરોના વધારાના ધસારાને સમાવવા માટે બાંદ્રા ટર્મિનસ-ભુજ, બાંદ્રા ટર્મિનસ-ભુજ-વલસાડ, બાંદ્રા ટર્મિનસ-ભુજ અને બાંદ્રા ટર્મિનસ-હિસાર વચ્ચે વિશેષ ભાડા પર ચાર શીતકાલીન સ્પેશલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે. 

Join Our WhatsApp Community

  પશ્ચિમ રેલ્વેના ( Western Railway ) આ સ્પેશલ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે: 

  1. Winter Special Trains: ટ્રેન નંબર 09037/09038 બાંદ્રા ટર્મિનસ – ભુજ સુપરફાસ્ટ સ્પેશલ [06 ફેરા]

ટ્રેન નંબર 09037 ( Bandra Terminus ) બાંદ્રા ટર્મિનસ – ભુજ સુપરફાસ્ટ સ્પેશલ મંગળવાર, ગુરુવાર અને રવિવારે બાંદ્રા ટર્મિનસથી 23:45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 13:05 કલાકે ભુજ પહોંચશે. આ ટ્રેન 12, 14 અને 17 નવેમ્બર, 2024ના રોજ ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09038 ભુજ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશલ બુધવાર, શનિવાર અને સોમવારે ભુજથી 19:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 09.45 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 13, 16 અને 18 નવેમ્બર, 2024ના રોજ ચાલશે.

આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, હળવદ, સામાખિયાળી અને ગાંધીધામ સ્ટેશન પર ઉભી રહેશે.આ ટ્રેનમાં એસી 2-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.

  1. Winter Special Trains: ટ્રેન નંબર 09029/09030 બાંદ્રા ટર્મિનસ-ભુજ-વલસાડ સુપરફાસ્ટ સ્પેશલ [02 ફેરા]

ટ્રેન નંબર 09029 બાંદ્રા ટર્મિનસ – ભુજ સુપરફાસ્ટ સ્પેશલ બુધવાર 13 નવેમ્બર, 2024 નારોજ 23:25 કલાકે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે 14:30 કલાકે ભુજ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09030 ભુજ-વલસાડ સુપરફાસ્ટ સ્પેશલ ગુરુવાર, 14 નવેમ્બર, 2024 ના રોજ ભુજથી 19:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 06.45 કલાકે વલસાડ પહોંચશે.

ટ્રેન ( Superfast Special Trains ) બંને દિશામાં સુરત, વડોદરા, અમદાવાદ, હળવદ, સામખિયાળી અને ગાંધીધામ સ્ટેશન પર ઉભી રહેશે. ટ્રેન નંબર 09029 બોરીવલી અને વાપી સ્ટેશન પર વધારાના સ્ટોપેજ હશે.આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.

આ સમાચાર પણ વાંચો: Today’s Horoscope : આજે ૧૦ નવેમ્બર ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ9 

  1. Winter Special Trains: ટ્રેન નંબર 09472/09471 ભુજ – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશલ [02 ફેરા]

ટ્રેન નંબર 09472 ભુજ – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશલ રવિવાર 17 નવેમ્બર, 2024 ના રોજ ભુજથી 19:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 09.45 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09471 બાંદ્રા ટર્મિનસ – ભુજ સુપરફાસ્ટ સ્પેશલ સોમવાર, 18 નવેમ્બર, 2024 ના રોજ બાંદ્રા ટર્મિનસથી 12:45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 03:30 કલાકે ભુજ પહોંચશે.

આ ટ્રેન બંને દિશામાં ગાંધીધામ, સામાખિયાળી, હળવદ, અમદાવાદ, વડોદરા, સૂરત, વાપી અને બોરીવલી સ્ટેશન પર ઉભી રહેશે.

આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.

  1. Winter Special Trains: ટ્રેન નંબર 04726/04725 બાંદ્રા ટર્મિનસ-હિસાર સુપરફાસ્ટ સ્પેશલ (02 ફેરા)

ટ્રેન નંબર 04726 બાંદ્રા ટર્મિનસ – હિસાર સુપરફાસ્ટ સ્પેશલ મંગળવાર, 12 નવેમ્બર, 2024ના રોજ બાંદ્રા ટર્મિનસથી 09.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 11.10 કલાકે હિસાર પહોંચશે. એ જ રીતે, ટ્રેન નંબર 04725 હિસાર – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશલ સોમવાર, 11 નવેમ્બર, 2024 ના રોજ 05.50 કલાકે હિસારથી ઉપડશે અને બીજા દિવસે 07.20 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.

આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા, ગોધરા, રતલામ, નાગદા, ભવાની મંડી, કોટા, સવાઈ માધોપુર, દુર્ગાપુરા, જયપુર, રિંગાસ, સીકર, નવલગઢ, ઝુંઝુનુ, ચિરાવા, લોહારુ અને સાદુલપુર સ્ટેશનો પર ઉભી રહેશે. 

આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ છે.

ટ્રેન નંબર 09037, 09038, 09029, 09030, 09471, 09472 અને 04726 માટે બુકિંગ 10 નવેમ્બર, 2024 થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. 

ટ્રેનોના સ્ટોપેજના સમય અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકેછ

આ સમાચાર પણ વાંચો:  Special Train: મુસાફરોની સુવિધામાં થશે વધારો! પશ્ચિમ રેલવે આ સ્પેશિયલ ટ્રેન હવે અઠવાડિયામાં બે દિવસ દોડાવશે..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Chaitanya Malik Goa: ગોવાના ચૈતન્ય મલિકને કૃષિ ક્ષેત્રે સર્વોચ્ચ સન્માન: પ્રજાસત્તાક દિને ‘કૃષિ વિભૂષણ’ એવોર્ડથી નવાજાયા પણજી, ગોવા:
Kalyan-Dombivli Politics: નગરસેવકો ગાયબ કે હાઈજેક? કલ્યાણ-ડોમ્બિવલીમાં ઉદ્ધવ જૂથના ૪ નેતાઓ લાપતા થતા મચ્યો હડકંપ; કાર્યકરોએ નોંધાવી ફરિયાદ
Mumbai: મુંબઈમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વિઘ્ન: ઘાટકોપરમાં તિરંગા રેલીમાં જૂથ અથડામણથી ખળભળાટ; જાણો શું હતો સમગ્ર વિવાદ
Mumbai Metro Update 2026: લોકલ ટ્રેનનું ભારણ ઘટશે! ૨૦૨૬માં મુંબઈને મળશે ૩ નવી મેટ્રો લાઇનનું નજરાણું; લોકાર્પણની તારીખ અને રૂટની સંપૂર્ણ વિગત.
Exit mobile version