Site icon

Western Railways: લોકલ યાત્રીઓ તૈયાર રહેજો, આ તારીખથી પશ્ચિમ રેલવે લેશે 20-દિવસનો બ્લોક; અનેક ટ્રેન કરાશે રદ્દ.. મુસાફરોને થશે હાલાકી..

Western Railways: પશ્ચિમ રેલ્વેએ મુંબઈની લોકલ સેવાઓમાં મોટો નિર્ણય લીધો છે. અંધેરી નજીક ગોખલે બ્રિજ પર ચાલી રહેલા કામને કારણે 27 નવેમ્બરથી 20 દિવસ માટે ઘણી ટ્રેનોને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેનું કહેવું છે કે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ બ્લોક દિવસને બદલે રાત્રે લેવામાં આવશે.

Western Railways Western Railway to suspend train operations in Mumbai for 20 days from November 27

Western Railways Western Railway to suspend train operations in Mumbai for 20 days from November 27

News Continuous Bureau | Mumbai

Western Railways: મુંબઈકરોને આગામી દિવસોમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેન ( Local train )  અને અન્ય ટ્રેનોની અવરજવરને અસર થઈ શકે છે. પશ્ચિમ રેલવેએ 27 નવેમ્બરથી 20 દિવસ માટે મેગાબ્લોકની ( Megablock ) જાહેરાત કરવામાં આવી છે. આ મેગાબ્લોકને કારણે કેટલીક ટ્રેનો રદ ( Trains cancelled ) કરવામાં આવી છે. આ બ્લોક પશ્ચિમ રેલવે દ્વારા અંધેરીમાં SV રોડ અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેને ( Western Express Highway ) જોડતા ગોખલે બ્રિજના ( Gokhale Bridge ) કામ માટે લેવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

મહત્વનું છે કે અંધેરી સ્ટેશન વિસ્તારમાં ગોખલે પુલનું કામ યુદ્ધ સ્તરે ચાલી રહ્યું છે. આ પુલને વહેલી તકે વાહનવ્યવહાર માટે ખુલ્લો કરવાનો પડકાર પાલિકા સામે છે. મહાનગરપાલિકાએ રેલવેને પુલના કામ માટે બ્લોક લેવા વિનંતી કરી હતી. રેલવેએ આ વિનંતી સ્વીકારી અને બ્રિજના કામ માટે 20 દિવસના બ્લોકની જાહેરાત કરી. ગોખલે બ્રિજના મહત્વના ગર્ડરના નિર્માણ માટે બ્લોક જાહેર કરવામાં આવ્યો છે.

દરરોજ ત્રણથી ચાર કલાક બ્લોક

પ્રાપ્ત માહિતી અનુસાર, પશ્ચિમ રેલવે પર બ્લોક રાત્રીનો છે અને દરરોજ ત્રણથી ચાર કલાક બ્લોક લેવામાં આવશે. રેલવે થોડા દિવસોમાં બ્લોક શેડ્યુલિંગ વિશે સત્તાવાર જાહેરાત કરશે. ઓક્ટોબરમાં બ્રિજનું ઉત્તરીય ગર્ડર ઊભું કરવામાં આવ્યા બાદ હવે દક્ષિણી ગર્ડર ઊભું કરવામાં આવશે.

કેટલીક લોકલ ટ્રેનો રદ

અંધેરીના ગોખલે બ્રિજ માટે 27 નવેમ્બરથી 20 દિવસનો બ્લોક લેવામાં આવશે. આ સમયગાળા દરમિયાન કેટલીક લોકલ ટ્રેનો રદ રહેશે, તેથી લોકલ મુસાફરો આગામી સપ્તાહથી યાતનાનો ભોગ બને તેવી શક્યતા છે. મુસાફરોની અગવડતા ઓછી કરવા માટે રેલવેએ નાઈટ બ્લોક લીધો છે. આગામી દિવસોમાં કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચોઃ Rahul Gandhi Statement: રાહુલ ગાંધીને PM મોદીની પનોતી સાથે સરખામણી કરવી પડી ભારે, ચૂંટણી પંચે કીર આ મોટી કાર્યવાહી..

2024 માં પુલને ફરીથી ટ્રાફિક માટે ખુલ્લો મૂકાશે

ઉલ્લેખનીય છે કે ગોખલે બ્રિજનું નિર્માણ 1975માં થયું હતું. હવે 90 કરોડના ખર્ચે પુલનું પુનઃનિર્માણ કરવામાં આવી રહ્યું છે. પાલિકાએ નવેમ્બર 2023માં બ્રિજને ખુલ્લો મુકવાની યોજના બનાવી હતી. પરંતુ કોઇ કારણોસર કામગીરી પૂર્ણ થવામાં વિલંબ થયો હતો. હવે મ્યુનિસિપલ કોર્પોરેશન ફેબ્રુઆરી 2024 માં પુલને ફરીથી ટ્રાફિક માટે ખોલવાનો પ્રયાસ કરી રહી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નિર્માણાધીન ગોખલે બ્રિજનું ગર્ડર 90 મીટરનું હશે. આ મુંબઈનો બીજો સૌથી મોટો રેલવે બ્રિજ હશે. બ્રિજના દરેક ગર્ડરને સ્થળ પર એસેમ્બલ કરવામાં આવે છે. આ ગર્ડર જમીનના સ્તરથી 25 મીટરની ઊંચાઈએ લોન્ચ કરવામાં આવશે, એમ અહેવાલમાં જણાવાયું છે. ખાસ ક્રેન મારફત ઉપાડવામાં આવશે. ગર્ડરનું વજન લગભગ 1,300 ટન છે. પશ્ચિમ રેલવેએ ડિસેમ્બર 2022માં બ્રિજને તોડી પાડવાનું કામ શરૂ કર્યું હતું. તેને તોડવામાં 4 મહિના લાગ્યા હતા. તેનો છેલ્લો ગર્ડર આ વર્ષે માર્ચ મહિનામાં હટાવવામાં આવ્યો હતો. પુલને ભારે નુકસાન થયું હતું. જેના આધારે અધિકારીઓએ તપાસ કરીને તેને તોડી પાડવાનો નિર્ણય કર્યો હતો.

પુણેમાં શનિવાર-રવિવાર રેલ્વે મેગાબ્લોક

ખડકી અને શિવાજીનગર રેલવે સ્ટેશનો વચ્ચે ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કામ માટે શનિવાર અને રવિવારે ખાસ બ્લોક રાખવામાં આવશે. તેથી પુણે-મુંબઈ વચ્ચે દોડતી ડેક્કન ક્વીન, સિંહગઢ એક્સપ્રેસ, ઇન્ટરસિટી, કોયના, ડેક્કન એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી છે. એ જ રીતે, ઘણી લાંબા અંતરની ટ્રેનો મોડી દોડશે અને સમયાંતરે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પુણે અને લોનાવાલા વચ્ચે ચાલતી 46 લોકલ સેવાઓ રદ કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચોઃ Rajouri Encounter: જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં સેનાને મળી સફળતા, એન્કાઉન્ટરમાં એક નહીં પણ આટલા આતંકીઓને માર્યા ઠાર, જપ્ત કર્યા હથિયાર..

Navi Mumbai: નવી મુંબઈ મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી શરૂ; ‘આ’ ખાદ્યપદાર્થ વિક્રેતાઓને લાગ્યો મોટો ઝટકો
Coastal Road: કોસ્ટલ રોડની સુરક્ષા સામે સવાલ: ૨૪ કલાક ખુલ્લો પણ ભેદી અંધકારને કારણે ડ્રાઇવરોમાં ચિંતા, દુર્ઘટનાનો ભય
Cocaine: મુંબઈ એરપોર્ટ પર અધધ આટલા કરોડનું કોકેઇન જપ્ત; મહિલાની ધરપકડ
Shinde Sena: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: ઠાકરે બંધુઓ નજીક આવતા જ શિંદેસેનાનો ‘ભાવ’ વધ્યો, BJP સમક્ષ મૂકી આ મોટી શરત
Exit mobile version