ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
12 ફેબ્રુઆરી 2021
મહારાષ્ટ્ર સરકાર ઇચ્છે છે કે 15 તારીખ થી મુંબઈ શહેરમાં કોલેજ શરૂ કરવામાં આવે.આ ઉપરાંત રેલવેમાં પણ કોલેજના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે. આ સંદર્ભે રાજ્ય સરકારે પોતાની તરફથી અનેક પગલાં લીધાં છે. બીજી તરફ ઉચ્ચ અને તંત્ર શિક્ષણ વિભાગે ૧૫ ફેબ્રુઆરીથી રાજ્ય માં રહેલી તમામ કોલેજો ને ચાલુ કરવાની માન્યતા આપી દીધી છે.
જોકે માત્ર તે જ કોલેજ શરૂ થઈ શકશે જે કોલેજ અધ્યાદેશ મળ્યા પછી જે તે મહાનગરપાલિકાના આયુક્ત નો તેમજ કલેકટર નો સંપર્ક સાધીને તેઓની સહમતી લે. એટલે કે જે કોલેજ આ પ્રક્રિયા પૂરી નહીં કરે તે કોલેજ શરૂ નહીં થાય.
આનો સીધો અર્થ એ થાય છે કે કોલેજ શરૂ કરવી કે નહીં તે હવે કોલેજના સંચાલકો ના હાથમાં છે.
