News Continuous Bureau | Mumbai
ગુરુવારના દિવસે મુંબઇ શહેર(Mumbai)ના અનેક વિસ્તારમાં વરસાદ(light rain)ના છુટાછવાયા ઝાપટા પડ્યા હતા. જેને કારણે મુંબઈવાસીઓને ગરમીથી રાહત મળી છે. પરંતુ આ વરસાદ તે ચોમાસુ(Monsoon) નથી. ચોમાસાની વિધિવત એન્ટ્રી ૪૮ કલાક પછી થઈ શકે છે. દક્ષિણ તરફ અટકી પડેલું નૈઋત્યનું ચોમાસુ બે દિવસ પછી મહારાષ્ટ્ર(Maharashtra) પહોંચશે. મોસમ વિભાગ(IMD)નું માનવું છે કે ૧૫મી જૂનથી ઉત્તર ભારત સુધીમાં વરસાદ પહોંચી જશે. આ વખતે ચોમાસુ આશરે છ દિવસ સુધી સ્થિર રહ્યું હતું અને ત્યારબાદ તેણે ગતિ પકડી છે. વેધશાળા નું માનવું છે કે આખા મહારાષ્ટ્ર પર એક સાથે વરસાદ પડી શકે છે. દેશમાં આગામી 2 દિવસમાં તોફાની પવન ફુંકાશે અને વાદળો બનવાની સાથે ચોમાસાની સિસ્ટમ (monsoon system) સક્રિય બનશે. આને કારણે આગામી બે દિવસમાં ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તામિલનાડુનાં કેટલાક વિસ્તારોમાં ચોમાસું આગળ વધશે. તેમજ 15મી જૂનથી દેશનાં મધ્ય ભાગમાં પણ વરસાદ શરૂ થઈ જશે. લોકોને ગરમીમાં રાહત મળશે અને અનાજ, મકાઈ, કપાસ, સોયાબીન, શેરડી તેમજ મગફળીની સારી ઉપજ થશે.
આ સમાચાર પણ વાંચો : અરે વાહ શું વાત છે- સરકારે વોટર ટેક્સી નું ભાડું ઓછું કર્યું -જાણો નવી કિંમત
