Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ શહેરમાં છૂટાછવાયા વરસાદ બાદ આ તારીખે વિધિવત વરસાદ શરૂ થઈ જશે- અટકી ગયેલું નૈઋત્યનું ચોમાસું આગળ વધ્યું

Monsoon advances in Andaman Sea, Nicobar Islands: IMD

Monsoon :સારા સમાચાર! ચોમાસાને લઈ હવામાન વિભાગનું પૂર્વાનુમાન, આ તારીખે થશે આગમન

News Continuous Bureau | Mumbai 

ગુરુવારના દિવસે મુંબઇ શહેર(Mumbai)ના અનેક વિસ્તારમાં વરસાદ(light rain)ના છુટાછવાયા ઝાપટા પડ્યા હતા. જેને કારણે મુંબઈવાસીઓને ગરમીથી રાહત મળી છે. પરંતુ આ વરસાદ તે ચોમાસુ(Monsoon) નથી. ચોમાસાની વિધિવત એન્ટ્રી ૪૮ કલાક પછી થઈ શકે છે. દક્ષિણ તરફ અટકી પડેલું નૈઋત્યનું ચોમાસુ બે દિવસ પછી મહારાષ્ટ્ર(Maharashtra) પહોંચશે. મોસમ વિભાગ(IMD)નું માનવું છે કે ૧૫મી જૂનથી ઉત્તર ભારત સુધીમાં વરસાદ પહોંચી જશે. આ વખતે ચોમાસુ આશરે છ દિવસ સુધી સ્થિર રહ્યું હતું અને ત્યારબાદ તેણે ગતિ પકડી છે. વેધશાળા નું માનવું છે કે આખા મહારાષ્ટ્ર પર એક સાથે વરસાદ પડી શકે છે. દેશમાં આગામી 2 દિવસમાં તોફાની પવન ફુંકાશે અને વાદળો બનવાની સાથે ચોમાસાની સિસ્ટમ (monsoon system) સક્રિય બનશે. આને કારણે આગામી બે દિવસમાં ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તામિલનાડુનાં કેટલાક વિસ્તારોમાં ચોમાસું આગળ વધશે. તેમજ 15મી જૂનથી દેશનાં મધ્ય ભાગમાં પણ વરસાદ શરૂ થઈ જશે. લોકોને ગરમીમાં રાહત મળશે અને અનાજ, મકાઈ, કપાસ, સોયાબીન, શેરડી તેમજ મગફળીની સારી ઉપજ થશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : અરે વાહ શું વાત છે- સરકારે વોટર ટેક્સી નું ભાડું ઓછું કર્યું -જાણો નવી કિંમત

Bangladeshi Detained in Ghatkopar ઘાટકોપરમાં ગેરકાયદે રહેતા સાત બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા; દેશનિકાલ (Deportation) ની કાર્યવાહી શરૂ
Mumbai Airport Customs Seizure મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી; ₹૪૨.૪૨ કરોડનો દાણચોરીનો મુદ્દામાલ જપ્ત, ૨૭ની ધરપકડ
Chembur Gate Collapse Tragedy ચેમ્બુરમાં લોખંડનો ગેટ માથે પડતાં 46 વર્ષીય સિક્યોરિટી ગાર્ડનું કરુણ મોત, પોલીસે તપાસ હાથ ધરી
Mumbai Underground Road Network 53 હજાર કરોડના ‘પાતાળ લોક’ પ્રોજેક્ટથી બદલાશે મુંબઈની તસવીર, જમીનની નીચે જોડાશે સી લિંક, એરપોર્ટ અને BKC
Exit mobile version