ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 મે 2021
સોમવાર
મુંબઈમાં આજથી ત્રણ દિવસ સિનિયર સિટીઝન સીધા વેક્સિનેશન સેન્ટર પર જઈને વેક્સિનનો પહેલો ડોઝ લઈ શકશે. 24મેથી 26 મે, 2021 સુધી 60 વર્ષથી ઉપરના જયેષ્ઠ નાગરિકો માટે રજિસ્ટ્રેશન આવશ્યક નહીં હોય. ત્રણ દિવસ 60 કે તેનાથી ઉપરની વયની વ્યક્તિ કોવિશીલ્ડ રસીનો બીજો ડોઝ પણ લઈ શકશે તેમ જ હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પણ બીજો ડોઝ લઈ શકશે. એ સિવાય 45 વર્ષથી ઉપરની વ્યક્તિ જેનો બીજો ડોઝ બાકી હોય તેઓ પણ આ ત્રણ દિવસ વેક્સિન લઈ શકશે. કોવિશીલ્ડની સાથે જ કોવેક્સિનનો પણ બીજો ડોઝ મળશે.
27મેથી 29 મે, 2021 આ ત્રણ દિવસ દરમિયાન દરેક સેન્ટર પર 100 ટકા વેક્સિનેશન થશે, પરંતુ ફક્ત કોવિન ઍપ પર રજિસ્ટર થયેલા લોકોને તેમ જ જ્યારે સ્લૉટ મળ્યો હોય ત્યારે જ લઈ શકશે. રવિવાર 30 મેના વેક્સિનેશન બંધ હશે. આ શેડ્યૂલમાં ફેરફાર થવાની શક્યતા છે. જોકે પાલિકા એની આગોતરા જાણ કરશે.
કેન્દ્ર સરકારની સૂચના મુજબ કોવિશીલ્ડ રસીના પહેલા અને બીજો ડોઝ વચ્ચે હવે 16 અઠવાડિયાંનું અતંર આવશ્યક છે. એથી કોવિશીલ્ડનો પહેલો ડોઝ લેનારી વ્યક્તિને 84 દિવસ બાદ જ બીજો ડોઝ મળશે. એ મુજબ 1 માર્ચ, 2021 ના કોવિશીલ્ડનો પહેલો ડોઝ લીધો હશે તેઓ 24 મે, 2021 અથવા 84 દિવસ બાદ બીજો ડોઝ લઈ શકશે.
