Site icon News Continuous Bureau | Mumbai

શું મુંબઈ મહાનગરપાલિકા રાજ્ય સરકાર કરતાં ઉપર છે? ગાઇડલાઇન પ્રમાણે નિર્ણય લેવામાં આવતા નથી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૯ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

શનિવાર

રાજ્ય સરકારે કોરોના સંદર્ભે ગાઇડલાઇન જાહેર કરી તેમ જ લૉકડાઉન કઈ રીતે કરવું એ સંદર્ભે નિયમ બનાવવામાં આવ્યા. ઘણા નિષ્ણાતોએ આ ગાઇડલાઇન બનાવવામાં ભૂમિકા નિભાવી. જોકે મુંબઈ મહાનગરપાલિકા નિયમોનું પાલન પોતાની સગવડ પ્રમાણે કરે છે. વાત એમ છે કે મુંબઈ શહેરમાં કોરોનાનો કહેર ઘટી ગયો છે. છતાં લૉકડાઉનના પ્રતિબંધો ઓછા કરવામાં આવ્યા નથી. મુંબઈ છોડીને અન્ય વિસ્તારોમાં મહારાષ્ટ્ર સરકારના નિયમો પ્રમાણે લૉકડાઉનને હળવું કરવામાં આવે છે, પરંતુ મુંબઈ સંદર્ભે વધુ સાવચેતીભર્યા નિર્ણય લેવાય છે. આ એવા નિર્ણય છે જે મુંબઈ મહાનગરપાલિકા મનસ્વીપણે લે છે. આ તબક્કે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું મુંબઈ મહાનગરપાલિકા રાજ્ય સરકાર કરતાં ઉપર છે?

મુંબઈમાં તમામ પ્રતિબંધો ક્યારે ખૂલશે? આ આંકડો મહત્વપૂર્ણ; જાણો વિગત

જો મુંબઈ શહેરમાં વેપારીઓને દુકાન ખોલવાની પરવાનગી આપવામાં આવે તો આર્થિક ગતિવિધિ આગળ વધે અને લોકોને આર્થિક સંકળામણમાંથી મુક્તિ મળે, પરંતુ મુંબઈ મહાનગરપાલિકાને આ સંદર્ભે ધ્યાન આપવું નથી.

Mumbai Metro Line 4 Driverless Train મુંબઈ મેટ્રો લાઇન ૪ અને ૪A પર દોડશે પહેલી ડ્રાઇવરલેસ ટ્રેન એલ્સ્ટોમે બતાવી પહેલી ઝલક, જાણો રૂટ અને આધુનિક ફીચર્સ
BMC Clears Hill Road Footpath પશ્ચિમ બાંદ્રાના વ્યસ્ત હિલ રોડ માર્કેટમાં પાલિકાનું બુલડોઝર ફર્યું; ફૂટપાથ રોકીને ઊભા કરાયેલા ગેરકાયદે બાંધકામો તોડી પડાયા
Mumbai Police Massive Drug Bust મુંબઈમાં ડ્રગ્સ માફિયાઓ સામે પોલીસની મેગા સ્ટ્રાઇક ૧૩૦થી વધુ આરોપીઓની ધરપકડ, ₹૧૫.૮૭ કરોડનો નશીલો પદાર્થ જપ્ત
Freeway Pillar Framework Collapse ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર કોપરી બ્રિજ નજીક મોટી દુર્ઘટના એલિવેટેડ ફ્રીવેના પિલરનું લોખંડી ફ્રેમવર્ક ચાલતી કેબ પર તૂટી પડ્યું, બે લોકો ઇજાગ્રસ્ત
Exit mobile version