Site icon News Continuous Bureau | Mumbai

હાઈ કોર્ટમાં ઠાકરે સરકાર બરાબર ફસાઈ, વેક્સિન મામલે સૂડી વચ્ચે સોપારી થઈ; જાણો કેન્દ્ર સરકારે કઈ રીતે ઉદ્ધવને ફસાવ્યા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 15 જૂન 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

મુંબઈમાં ઘરે-ઘરે જઈને વેક્સિન આપવા માટે કેન્દ્ર સરકાર મંજૂરી આપી નથી રહી એવો જવાબ મુંબઈ મહાનગરપાલિકાએ બૉમ્બે હાઈ કોર્ટને આપ્યો છે.

મુંબઈ મહાનગરપાલિકાએ કેન્દ્ર સરકાર પાસે મંજૂરી માગી હતી. એની સામે કેન્દ્ર સરકારે હાઈ કોર્ટમાં જવાબ આપતાં કહ્યું હતું કે તેઓએ ઘરે-ઘરે જઈને વેક્સિન આપવા માટે ના નથી પાડી, પરંતુ ઘરે જઈને વેક્સિન નહીં આપવાની અમારી સલાહ કાયમ રહેશે. કેન્દ્ર સરકારના આ જવાબ બાદ હાઈ કોર્ટે મુંબઈ પાલિકાને  ફરી વેક્સિનેશનને મુદ્દે સવાલ કર્યો હતો. કોર્ટના કહેવા મુજબ દક્ષિણ ભારતના આંધ્ર પ્રદેશમાં જયેષ્ઠ નાગરિકોને ઘરે-ઘરે જઈને વેક્સિન આપવામાં આવી રહી છે, તો મુંબઈમાં કેમ નહીં ? રાજ્ય સરકાર અને મુંબઈ પાલિકા કેમ અન્ય રાજ્યનું ઉદાહરણ લઈને ઘરે-ઘરે જઈને વેક્સિન આપતી નથી એવો સવાલ પણ કોર્ટે કર્યો હતો.

જે સફાઈ કર્મચારીને શિવસેનાએ કચરાથી નવડાવ્યો હતો તેણે આત્મહત્યાની ધમકી આપી; જાણો આખી વિગત

અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈમાં ઘરે-ઘરે જઈને વેક્સિન આપવાને મુદ્દે હાઈ કોર્ટમાં જનહિતની અરજી કરવામાં આવી છે એના પર હાલ સુનાવણી ચાલી રહી છે.

Ghatkopar Minor Attack ઘાટકોપરમાં ૧૩ વર્ષના સગીર પર જીવલેણ હુમલો ગળામાં સોય કે ઈન્જેક્શન ભોંકી દેતાં બેભાન, ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ
Dharavi Sex Trafficking Racket ધારાવીમાં સેક્સ ટ્રાફિકિંગ રેકેટનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચે 16 વર્ષની સગીરાને મુક્ત કરાવી, મહિલા સહિત બે આરોપી જેલભેગા
Juhu Woman Drug Peddler જુહુમાંથી કુખ્યાત મહિલા ડ્રગ પેડલર ઝડપાઈ નશાકારક પદાર્થોનો મોટો જથ્થો જપ્ત, સાંતાક્રુઝ પોલીસે NDPS હેઠળ ગાળિયો કસ્યો
Mumbai Govandi ANC Drugs Seizure ગોવંડીમાંથી ₹2.53 કરોડની નશાકારક દવાઓનો મોટો જથ્થો જપ્ત, નાઇટ્રાઝેપામ અને અલ્પ્રાઝોલામ ગોળીઓ ઝડપાઈ
Exit mobile version