News Continuous Bureau | Mumbai
મુંબઈમાં હનુમાન ચાલીસા (hanuman chalisa row)પર થયેલા વિવાદને લઈને ચર્ચામાં આવેલા અમરાવતીના સાંસદ નવનીત રાણા અને રવિ રાણાની સમસ્યાઓ ફરી વધી રહી છે. મુંબઈ સેશન્સ કોર્ટે (Mumbai Sessions Court) સાંસદ નવનીત રાણા (Navneet Rana) અને ધારાસભ્ય રવિ રાણા(Ravi Rana)ને કારણ જણાવો નોટિસ (Show Cause Notice) જાહેર કરી છે. આ સાથે કોર્ટે પૂછ્યું છે કે શા માટે તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં ન આવે.
વાસ્તવમાં, જામીન આપતી વખતે કોર્ટે તેમને મીડિયા સાથે વાત કરવાની મનાઈ ફરમાવી હતી. જેનું તેઓએ ઉલ્લંઘન કર્યું છે. આ અંગે સરકારી વકીલ પ્રદીપ ઘરતે આજે કોર્ટમાં રાણા દંપતિના જામીન રદ કરવા અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે રાણા દંપતી સતત મીડિયા સાથે વાત કરી રહ્યા છે. આ અંગે આજે સુનાવણી બાદ કોર્ટે રાણા દંપતીને કારણદર્શક નોટિસ મોકલવાનો આદેશ કર્યો છે.
આ સમાચાર પણ વાંચો :મુંબઈમાં સૌ કોઈને મળશે પાણી, આજથી આવશે આ નવી પોલિસી અમલમાં.. જાણો વિગતે.
આ દરમિયાન રાણા દંપતી દિલ્હી(Delhi) પહોંચી ગયું છે. અહીં પહોંચ્યા પછી, તેમણે મુંબઈ સેશન્સ કોર્ટના આ નવા આદેશ પર પોતાનો પ્રતિભાવ આપ્યો. નવનીત રાણા (Navneet Rana)એ કહ્યું, ‘જામીન આપતી વખતે કોર્ટે લાદેલી શરતો હેઠળ, તેમને કોર્ટની કાર્યવાહી અને કેસ સંબંધિત માહિતી મીડિયા સાથે શેર કરવાની મનાઈ કરવામાં આવી હતી. અમે આ મામલે મીડિયા સાથે વાત કરી નથી. આ રીતે અમે જામીનની શરતોનો ભંગ કર્યો નથી. અમે કોર્ટના આદેશનું સન્માન કરીશું અને કારણ બતાવો નોટિસનો જવાબ આપીશું.’
