Site icon

મુંબઈગરા માટે સારા સમાચાર, મુંબઈની લાઈફલાઈન લોકલ ટ્રેનમાં હવે પ્રવાસીઓ મફતમાં માણી શકશે આ સેવા; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 12 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Community

શનિવાર

લોકલ ટ્રેનની મુસાફરી હવે મનોરંજનથી ભરપૂર હશે. પ્રવાસમાં તમને કંટાળો આવશે નહીં. સેન્ટ્રલ રેલવેએ મુસાફરોના પ્રવાસને વધુ સુગડ બનાવવા માટે એક નવી સુવિધા શરૂ કરી છે, જે અંતર્ગત હવે લોકો મુંબઈની લોકલ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે મૂવી, ટીવી સિરિયલનો આનંદ લઈ શકશે. 

પ્રાપ્ત જાણકારી મુજબ મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં દરરોજ મુસાફરી કરતા લાખો મુસાફરોની યાત્રાને આનંદમય બનાવવા મધ્ય રેલવેએ  ટ્રેનોમાં ‘કન્ટેન્ટ ઓન ડિમાન્ડ’ સેવા શરૂ કરી છે. આ સેવા સંપૂર્ણપણે મફત છે, એટલે કે આ સેવા માટે મુસાફરોએ કોઈ વધારાનું ભાડું કે ચાર્જ ચૂકવવો પડશે નહીં. આ કામ એક ખાનગી કંપનીને આઉટસોર્સ કરવામાં આવ્યું છે.

કોરોનાની ત્રીજી લહેર ઓસરી, બોમ્બે હાઈ કોર્ટની પ્રમુખ બેન્ચ આ તારીખથી પ્રત્યક્ષ સુનાવણી કરશે… જાણો વિગતે  

જો તમે મુસાફરી દરમિયાન મનોરંજન માણવા માંગતા હોવ તો તમારે તમારા ફોનમાં પ્લે સ્ટોર પર જઈને સુગર બોક્સ નામની એપ ડાઉનલોડ કરવી પડશે, ત્યારબાદ તમારે તમારા મોબાઈલ નંબર દ્વારા લોગ ઈન કરવું પડશે. તમે લોગ ઈન થતાં જ આ એપ WiFi કનેક્ટ કરવાનો વિકલ્પ બતાવશે. આ વિકલ્પ પર ક્લિક કરતાની સાથે જ તમે પ્રવાસ દરમિયાનપોતાના મોબાઇલમાં ડાઉનલોડ કરવામાં આવેલી એપ્લિકેશનથી ગમતી ફિલ્મો, ગીતો, સીરિઝ, ક્રિકેટ મેચ જોઈ શકશો. તમારે આ સેવા માટે કંઈપણ ચૂકવવાની જરૂર નથી. આ માટે કોઈ ઈન્ટરનેટ ડેટાની જરૂર નથી. તમે તમારા ઇન્ટરનેટનો ખર્ચ કર્યા વિના સફરમાં તેનો આનંદ માણી શકો છો. 

મઘ્ય રેલવે દ્વાર આપવામાં આવેલી માહિતી પ્રમાણે હાલ મધ્ય રેલવેના ભાગે 165 લોકોમોટિવ છે, જેમાંથી 10 એન્જિનમાં સિસ્ટમ લાગૂ પાડવામાં આવી છે, બીજા સ્થળે કામ ચાલુ છે.

લો બોલો!! હવે બેસ્ટની બસમાં પણ કરો રિર્ઝવેશન. જાણો વિગત

Vasudhaiva Kutumbakam Conclave 4.0: વસુધૈવ કુટુંબકમ કોન્ક્લેવ 4.0: 16-22 જાન્યુઆરી, 2026 દરમિયાન મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે આયોજન
BMC Election 2026: ૧૫ જાન્યુઆરીએ મુંબઈમાં જાહેર રજા; મતદાન માટે રજા નહીં આપનાર સંસ્થાઓ સામે સરકાર લેશે કડક કાયદાકીય પગલાં.
BMC Election: મુંબઈનું ડિજિટલ રાજકીય યુદ્ધ: ભાજપ ‘માર્વેલ-સ્ટાઇલ’ અભિયાન સાથે મોખરે, વિપક્ષ પાછળ છૂટ્યો
Devendra Fadnavis Mumbai master plan: મુંબઈની કાયાપલટ: દેવેન્દ્ર ફડણવીસનો ‘માસ્ટર પ્લાન’ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો યુગ
Exit mobile version