ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,20 જુલાઈ 2021
મંગળવાર.
મુંબઈ શહેરના પાલક મંત્રી અસલમ શેખ એ મુંબઇની લાઇફ લાઇન એટલે કે લોકલ ટ્રેનમાં સામાન્ય માણસના પ્રવેશ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. એક મીડિયા હાઉસ ને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે મુંબઈની લોકલ ટ્રેનના દરવાજા સામાન્ય માણસ માટે ત્યાં સુધી બંધ રહેશે જ્યાં સુધી આખા મુંબઈ શહેર નું ન્યૂનતમ 70% રસીકરણ પૂરું થતું નથી.
ઉલ્લેખનીય છે કે મુંબઈ શહેર નું રસીકરણ હજી માત્ર ૩૫ ટકા જેટલું થયું છે. કેન્દ્ર સરકાર તરફથી રસીનો જેમ સ્ટોક મળે તેમ રસીકરણ નો વેગ વધી રહ્યો છે. બીજી તરફ સામાન્ય લોકો લોકલ ટ્રેનમાં પ્રવેશ માંગી રહ્યા છે. આવા સમયે રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે.
