Site icon

વેબ સિરીઝના નામ હેઠળ વેશ્યાવ્યવસાય; પોલીસે ત્રણ તરુણીઓનો કર્યો છુટકારો, મહિલા કાસ્ટિંગ ડાયરેક્ટરની અટક

ન્યુઝ કન્ટિન્યુઝ, બ્યુરો

મુંબઈ, 10 જૂન 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

મુંબઈ પોલીસની સમાજસેવા શાખાની ટીમે વર્સોવા ખાતેની એક મોટી હૉટેલમાં છાપો મારી વેબ સિરીઝના નામે ચાલી રહેલા વેશ્યાવ્યવસાયનો પર્દાફાશ કર્યો છે. વેબ સિરીઝ સિરિયલમાં ભૂમિકા આપવાના બહાને દેહવેપાર કરવા માટે લાવવામાં આવેલી તરુણીઓનો પોલીસે છુટકારો કરાવ્યો હતો. એમાંથી બે મૉડલ હતી. કામ આપવાની લાલચ આપી તેમની પાસે દેહવેપાર કરાવનારી મહિલા કાસ્ટિંગ ડાયરેક્ટરની અટક કરવામાં આવી છે.      

બ્યુટિશિયન અને કાસ્ટિંગ ડાયરેક્ટર એક મહિલા નવોદિત કલાકારો પાસે દેહવેપાર કરાવતી હોવાની માહિતી સમાજસેવા શાખા ટીમને મળી હતી. સહાયક પોલીસ કમિશનર સંજય પાટીલના માર્ગદર્શન હેઠળ ઇન્સ્પેક્ટર ભોસલેની ટીમે તેને પકડવા કારસો રચ્યો હતો. બનાવટી ગ્રાહક બની તે મહિલાનો સંપર્ક કરવામાં આવ્યો. વેબ સિરીઝ અને કૅલેન્ડર શૂટમાં કામ કરનારી નવોદિત મૉડલ પૂરી પાડતી હોવાનું તેણે કહ્યું. બદલામાં પચાસ હજાર રૂપિયામાં મૉડલ પૂરી પાડતી હોવાનું તેણે જણાવ્યું. બનાવટી ગ્રાહકે તેની વાત માન્ય રાખી મંગળવારે તેને વર્સોવાની હૉટેલમાં આવવાનું કહ્યું. 

મુંબઈમાં મોટી દુર્ઘટના, આ વિસ્તારમાં મોડી રાતે 4 માળનું મકાન ધરાશાયી થતા 11 લોકોના નિપજ્યા મોત, અનેક ઘાયલ ; જાણો વિગતે 

સમાજસેવા શાખાની ટીમે બનાવટી ગ્રાહક સાથે જઈ એ હૉટેલ પર છાપો માર્યો  હતો. આ મહિલા ત્રણ તરુણીઓને દેહવેપાર માટે અહીં લઈ આવી હતી. પોલીસે ત્રણે તરુણીઓનો છુટકારો કરી તે મહિલાની અટક કરી હતી. આ મહિલા છેલ્લાં કેટલાંક વર્ષથી બૉલિવુડમાં સક્રિય હોઈ, અનેક નિર્માતા અને દિગ્દર્શકોના સંપર્કમાં હોવાની પોલીસતપાસમાં બહાર આવ્યું છે. તે મહિલા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નસીબ અજમાવવા આવેલી તરુણીઓને દેહવેપારમાં ધકેલી પછી વેબ સિરીઝ અથવા એકાદી સિરિયલમાં નાનીમોટી ભૂમિકા અપાવતી હતી એવું પોલીસે જણાવ્યું હતું. આ પ્રકરણે મહિલાની વધુ પૂછપરછ કરવા માટે વર્સોવા પોલીસે તેને તાબામાં લીધી છે.        

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version