Site icon

ઉત્તર મુંબઈ ડ્રગ્સનો અડ્ડો. બોરીવલી અને માલવણીમાંથી કરોડોનું ડ્રગ્સ પકડાયું. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai  

ઉત્તર મુંબઈ (North Mumbai ) ડ્રગ્સનો(Drugs) અડ્ડો બની રહ્યો છે. છેલ્લા બે-ત્રણ દિવસમાં બોરીવલી (Borivali)સહિત માલવણીમાંથી(Malavani) કરોડો રૂપિયાનું કિંમતી ડ્રગ્સનો જથ્થો(drugs stock) પકડી પાડવામાં પોલીસને(Police) સફળતા મળી છે.

Join Our WhatsApp Community

માલવણી(Malavani) વિસ્તારમાં પોલીસે બે દિવસ પહેલા નાઇજીરિયન(Nigeria) પાસેથી એક કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવાનો બનાવ હજી તો તાજો હતો, ત્યાં તો શનિવારે રાતે ફરી એક વખત ૧.૬૯ કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે બેની ધરપકડ(Arrest) કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. 

માલવણી પોલીસે(Malavani police) મળેલી માહિતીને આધારે શનિવારે રાતે જનકલ્યાણનગર ખાતે છટકું ગોઠવીને બે શકમંદને તાબામાં લીધા હતા. પ્રમોદ કાલીચરણ શર્મા(Pramod Kalicharan Sharma) અને મોહંમદ ઇસ્માઇલ અઝરૂ ખાન નામના બંને શકમંદની ઝડતી લેવામાં આવતાં તેમની પાસેથી હેરોઇન(Heroin) અને મેફેડ્રોન ડ્રગ્સ(Mephedrone drugs) મળી આવ્યું હતું. બંને શકમંદની બાદમાં ધરપકડ કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો :  કોરોના નહીં પરંતુ આ રોગ વિશે જાણકારી છુપાવી તો જવું પડશે જેલ. જાણો મુંબઈનો નવો કાયદો..

આ દરમિયાન બોરીવલી(વેસ્ટ)માં એમ.એચ.બી.(MHB) પોલીસે પણ કરોડો રૂપિયાની કિંમતનું ડ્રગ્સ 23 વર્ષની એક મહિલા પાસેથી જપ્ત કર્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ મહિલાનું નામ મુસ્કાન દીપક કનોજિયા છે, તેની પાસેની બેગમાંથી રૂ. ૫૧.૭૫ લાખની કિંમતનું હેરોઇન મળી આવ્યું હતું. 

એમએચબી પોલીસ સ્ટેશનનો સ્ટાફ શનિવારે બોરીવલી પશ્ચિમમાં પેટ્રોલિંગ(Petroling) કરી રહ્યો હતો ત્યારે સ્કૂલ નજીક ઉભેલી મહિલા પર તેમની નજર પડી હતી. તેની હિલચાલ શંકાસ્પદ જણાતાં તેને તાબામાં લેવામાં આવી હતી. મહિલાની બેગની તલાશી લેવામાં આવતાં તેમાંથી ૩૪૫ ગ્રામ હેરોઇન મળી આવ્યું હતું. મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી મહિલાએ આ ડ્રગ્સ ક્યાંથી મેળવ્યું હતું અને તે કોને વેચવા માટે આવી હતી, તેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

Amit Satam: અમિત સાટમનો ખુલાસો: વિવાદાસ્પદ ‘ખાન’ નિવેદન પર સ્પષ્ટતા, વિપક્ષ પર સાધ્યું નિશાન .
Mumbai train accident: મુંબઈમાં ગમખ્વાર દુર્ઘટના: ‘રેલ રોકો’ આંદોલન દરમિયાન ટ્રેક પર ચાલતા મુસાફરોને ટ્રેને ટક્કર મારતા બેના મોત, ત્રણ ઘાયલ
Mumbai crime branch: મુંબઈમાં ₹૩ કરોડના પ્રતિબંધિત હુક્કા ફ્લેવર્સની દાણચોરી કરતો વેપારી ઝડપાયો
Thane Crime: થાણેમાં મોટો ચૂનો: કાપડના વેપારીઓ સાથે ₹અઢી કરોડની છેતરપિંડી, માલ લઈ આરોપી ફરાર, વેપારી જગતમાં ખળભળાટ.
Exit mobile version