Site icon

મલાડમાં વિચિત્ર બનાવ બન્યો-ભુલથી ઝેરી મેગી ખાવાથી મહિલાનું મૃત્યુ થયું

News Continuous Bureau | Mumbai

મુંબઈના(Mumbai) મલાડ(વેસ્ટ)માં(malad West) એક વિચિત્ર બનાવ બન્યો હતો, જેમાં મેગી(Maggie) ખાધા પછી મહિલાનું મૃત્યુ(Woman Died) થયું હતું. મળેલ માહિતી મુજબ મહિલાએ ભૂલથી ઉંદર મારવાનું ઝેર(Rat poison) આ મેગીમાં નાખી દીધું હતું.

Join Our WhatsApp Community

આ બનાવ 20 જુલાઈના રોજ બન્યો હતો. જેમાં એક 35 વર્ષીય મહિલાનું ઉંદરનું ઝેર ખાધા બાદ મૃત્યુ થયું હતું. ભૂલથી તેણે ઉંદરનું ઝેર મેગીમાં નાખ્યું હતું. આ ઘટના મલાડ પશ્ચિમમાં પાસ્કલ વાડીમાં(Pascal Wadi) બની હતી જ્યાં મૃતક રેખા નિષાદ(Rekha Nishad) તેના પતિ અને દિયર સાથે  રહેતી હતી. આજીવિકા માટે તે વિચિત્ર નાના મોટા કામ કરતી હતી.

આ સમાચાર પણ વાંચો : કાંદિવલીમાં ધોળે દહાડે હત્યા- માત્ર 24 કલાકમાં પોલીસે દોષીઓને પકડ્યા

મહિલાએ તેના નિવેદનમાં પોલીસને જણાવ્યું હતું કે તેણે ટીવી જોતી વખતે, તેણીએ અકસ્માતે(Accident) ઉંદરોને(Rats) મારવા માટે ઝેર ભૂલથી મેગી નૂડલ્સ માં નાખ્યા.

આ નૂડલ્સ(Noodles) ખાધા પછી, તેની તબિયત બગડી હતી. તેને તુરંત શતાબ્દી હોસ્પિટલમાં(Shatabdi Hospital) લઈ જવામાં આવી, જ્યાં બુધવારે સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું. એક પોલીસ અધિકારીએ કહ્યું, આકસ્મિક મૃત્યુની નોંધ કરવામાં આવી છે.
 

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version