ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 ફેબ્રુઆરી 2022
સોમવાર.
મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક મહિલા પ્રવાસી પાસેથી 60 કરોડ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું.
મુંબઈ એરપોર્ટ પર કાર્યવાહી કરનારા અધિકારીના કહેવા મુજબ ડ્રગ સ્મગલરો વિરુદ્ધ કાર્યવાહી હેઠળ આ એકશન લેવામા આવી હતી. એર ઈન્ટેલિજન્સ યુનિટ(AIU) અધિકારીઓ અને કસ્ટમ વિભાગના સંયુક્ત ઓપરેશનમાં ઝિમ્બાબ્વેની એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. મહિલા ઝિમ્બાબ્વેની હતી. તે શનિવારે એરપોર્ટ પર ઉતરી હતી, તેણે પોતાના સામાનમાં હેરોઈન અને એમડી છુપાવી હતી. જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમત 60 કરોડ રૂપિયા છે. તેની ટ્રોલી બેગ અને બે ફાઇલ ફોલ્ડર માં ડ્રગ્સ છુપાવ્યું હતું. મહિલાની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ભાયખલાના રાણીબાગમાં એક જ દિવસમાં આટલા પર્યટકો ઉમટી પડયાઃ પાલિકાની તિજોરીમાં એક જ દિવસમાં લાખો જમા; જાણો વિગત
કસ્ટમ અધિકારીના જણાવ્યા મુજબ મહિલાનું કામ ડ્રગ્સ પહોંચાડવાનું હતું. આ ડ્રગ્સ મુંબઈ એરપોર્ટની બહાર પહેલેથી જ ઉભેલા વ્યક્તિને આપવાનું હતું. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મુંબઈ એરપોર્ટની બહાર ઊભેલી વ્યક્તિ ત્યાંથી નીકળી ગઈ હશે કારણ કે મહિલાને એરપોર્ટથી નીકળવામાં મોડું થયું હતું.