Site icon

મુંબઈની મહિલાને 26 વર્ષ પછી ચોરાયેલી સોનાની ચેન પાછી મળી. જાણો વિગત….

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

22 ઓગસ્ટ 2020 

મુંબઈની 26 વર્ષીય મહિલાની ચોરાયેલી સોનાની ચેન રેલ્વે પોલીસે 26 વર્ષ બાદ પરત કરી છે.. વાસ્તવમાં ચેન ચોરાઈ તેના થોડા સમય બાદ જ પોલીસ દ્વારા ચેન શોધી લેવામાં આવી હતી. આ સમયગાળા દરમ્યાન મહિલાએ પોતાનું રહેઠાણ બદલી નાખ્યું હતું. આથી પીડિતાને ચેન પરત કરવામાં આટલુ મોડું થયું. આખરે ઘણી જહેમત બાદ રેલ્વે પોલીસને મહિલાનું ઘર શોધવામાં સફળતા મળી હતી. 

જે મહિલાને 26 વર્ષ પછી સોનાની ચેન પરત સોંપવામાં આવી તેનું નામ પિંકી ડિ'કુના છે. મુંબઇ સેન્ટ્રલ રેલ્વે પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે "મહિલાએ ચર્ચગેટ રેલ્વે સ્ટેશન પરથી 8 ફેબ્રુઆરી 1994 ના રોજ રાત્રે 8:30 વાગ્યે ટ્રેન પકડી હતી, તે દરમિયાન ચોર તેના ગળામાંથી 7 ગ્રામ વજનની ચેન ખેંચીને ભાગી ગયો હતો." આ મામલે તેણે રેલ્વે પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે તરત જ ચોરની ધરપકડ કરી હતી અને તે જ વર્ષે 15 એપ્રિલના રોજ ચેન પણ કબ્જે કરી હતી. 

આ ચેન વિશે માહિતી આપવા માટે, જ્યારે પોલીસની ટીમ થાણેમાં તેના સરનામે પહોંચી ત્યારે જાણવા મળ્યું કે પિંકી  હવે ત્યાં નથી રહેતી. ત્યારે રેલ્વે પોલીસે પિંકી વિશેની માહિતી એકત્રીત કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ વધારે સફળતા મળી ન હતી. દરમિયાન કોર્ટે પણ મહિલાને તેની સોનાની ચેન પરત કરવાનો આદેશ આપ્યો. આ પછી, રેલ્વે પોલીસે ફરીથી મહિલાનું સરનામું શોધવાનો પ્રયાસ કર્યો અને પિંકીના જૂના ઘરની આસપાસ રહેતા તમામ લોકોની પૂછપરછ શરૂ કરી. તે દરમિયાન પિંકીના કેટલાક સગાસંબંધીઓની જાણ પોલીસ ને મળી હતી, જેમાંથી પોલીસને બાતમી મળી કે પિંકી હાલ વસઈમાં રહે છે.  26 વર્ષ પછી, રેલ્વે પોલીસના અધિકારીએ ચોરી કરેલી સોનાની ચેન પરત કરી, ત્યારે પિંકી ને વિશ્વાસ જ બેસતો ન હતો. કારણ કે ચેન આટલાં વર્ષો બાદ પાછી મળશે એવી અપેક્ષા જ ન હતી..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Thackeray Brothers Reunion: 23 જાન્યુઆરીએ મુંબઈમાં સર્જાશે ઈતિહાસ! ઉદ્ધવ અને રાજ ઠાકરે એક જ મંચ પર, શું મહારાષ્ટ્રના રાજકારણમાં આવશે નવું તોફાન?
Mumbai Metro 9 Update: મુંબઈ મેટ્રોનું નવું સોપાન! ફેબ્રુઆરીમાં શરૂ થશે દહિસર-ભાઈંદર રૂટ, લોકલ ટ્રેનના ધસારામાંથી મળશે મોટી રાહત; જાણો સ્ટેશનોની વિગત
Navi Mumbai Connectivity: મુંબઈનું નવું લાઈફલાઈન જોડાણ! અટલ સેતુ અને કોસ્ટલ રોડ એકબીજાને મળશે, પનવેલથી મરીન ડ્રાઈવ જવું હવે સપનું નહીં રહે; જાણો માસ્ટર પ્લાન
Mumbai News: મુંબઈના માલાડમાં મેટ્રો પિલર નીચે બસ બની ‘આગનો ગોળો’! વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વાહનોની લાંબી કતારો; મેટ્રો સેવા પણ ખોરવાઈ
Exit mobile version