Mumbai Local : ખીચોખીચ ભરેલી ટ્રેનમાં ન મળી જગ્યા, ટ્રેન રોકી તો લોકો-પાયલોટએ આપી VIP ટ્રીટમેન્ટ.. જુઓ વાયરલ વિડીયો…
દિલ્હી મેટ્રો હોય કે મુંબઈ લોકલ... બંનેમાં પીક અવર્સ દરમિયાન ખચોખચ ભરેલી હોય છે. આમાં એટલી ગીર્દી હોય છે કે ટ્રેનમાં ચઢવું તો ઠીક પરંતુ નીચે ઉતરવું પણ ખૂબ જ પડકારજનક બની જાય છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે મુંબઈની લોકલનો જણાવવામાં આવી રહ્યો છે. તેમાં, એક મહિલા ઠસોઠસ ભરેલી ટ્રેનમાં ચડી તો જાય છે, પરંતુ તેના કારણે ટ્રેનનો દરવાજો બંધ નથી થતો. તો પોલીસકર્મી તેને નીચે ઉતરવા કહે છે. પરંતુ મહિલા તેમ કરવાની ના પાડી દે છે. જોકે તે પછી જે થયું તે જોઈને લોકો દંગ રહી ગયા છે.
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
Dr. Mayur Parikh
Mumbai Local : ખીચોખીચ ભરેલી ટ્રેનમાં ન મળી જગ્યા, ટ્રેન રોકી તો લોકો-પાયલોટએ આપી VIP ટ્રીટમેન્ટ.. જુઓ વાયરલ વિડીયો…
વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે પ્લેટફોર્મ પર લોકલ ટ્રેન ઉભી છે. ટ્રેનના અન્ય કોચના દરવાજા બંધ છે. જ્યારે એક કોચમાં એટલી ભીડ હોય છે કે તેના દરવાજા બંધ થતા નથી. પોલીસકર્મી અને લોકો-પાયલોટ મહિલાને નીચે ઉતરવાનું કહે છે જેથી ટ્રેનના દરવાજા બંધ કરી શકાય. પરંતુ મહિલા અડગ રહે છે અને નીચે ઉતરવાની ના પાડે છે. આવી સ્થિતિમાં એક મહિલા પોલીસકર્મી તેને ખૂબ સમજાવે છે અને અંતે આસિસ્ટન્ટ લોકો-પાયલોટ મહિલાને કોચમાંથી નીચે ઉતારીને એન્જિનમાં બેસાડી દે છે, ત્યારબાદ ટ્રેન તેના નિર્ધારિત સમયે પ્લેટફોર્મ પરથી રવાના થાય છે.