ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,8 જાન્યુઆરી 2022
શનિવાર
ભારતમાં માસ્ક પહેરવાના મામલે તો મુંબઈગરાઓ પ્રથમ ક્રમે છે.
પ્રાપ્ત જાણકારી મુજબ 76.28 ટકા મુંબઈવાસીઓ માસ્ક પહેરે છે.
મુંબઈ પછીના ક્રમે 45 ટકા સાથે હૈદરાબાદ બીજા અને શિમલા તથા કલકત્તા 40 ટકા સાથે ત્રીજા ક્રમે આવે છે.
સર્વેમાં પુરુષો કરતાં મહિલાઓ માસ્કનો વધુ ઉપયોગ કરતી હોવાનું પણ જાણવા મળ્યું છે.
ડિજિટલ ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આ જાણકારી સામે આવી છે. જેણે દેશનાં મુંબઈ, કલકત્તા, હૈદરાબાદ, જમ્મુ, દિલ્હી, ગુવાહાટી, રાયપુર, ચંડીગઢ, શિમલા, ચેન્નઈ અને પુણે ૧૧ શહેરોમાં માસ્ક પહેરવાના વલણ વિશે જાણકારી મેળવવા સર્વે કર્યો હતો.
