Site icon

Mumbai Crime : વિરારની માંડવી પોલીસ હદમાં ભયાનક ઘટના, ચાલતી કારમાં મહિલાની છેડતી; બાળકને ચાલુ ગાડીમાંથી બહાર ફેંકી દીધું

વિરારના માંડવી પોલીસ સ્ટેશનમાં પ્રાઈવેટ પેસેન્જર કારમાં પોતાના સંબંધીઓને મળવા જઈ રહેલી મહિલાની ચાલતી કારમાં છેડતી કરવામાં આવી હતી. ચોંકાવનારી વાત એ છે કે, આ ભયાનક કૃત્ય કરતી વખતે કારમાં સવાર આરોપીઓએ નિર્દયતાથી મહિલાના 10 મહિનાના બાળકને કારની બહાર ફેંકી દીધું હતું.

women molestation in running car at virar

Mumbai Crime : વિરારની માંડવી પોલીસ હદમાં ભયાનક ઘટના, ચાલતી કારમાં મહિલાની છેડતી; બાળકને ચાલુ ગાડીમાંથી બહાર ફેંકી દીધું

News Continuous Bureau | Mumbai

બાળકીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બાળકને બચાવવા કારમાંથી કૂદીને ગંભીર રીતે ઘાયલ થયેલી મહિલાને તુલિંજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. વસઈમાં બનેલી આ ભયાનક ઘટનાના પ્રત્યાઘાત પડ્યા છે.

Join Our WhatsApp Community

વાડામાં રહેતી એક મહિલા તેની દસ મહિનાની પુત્રી સાથે પેલ્હારમાં તેના સંબંધીઓ પાસે ગઈ હતી. તેણીએ શનિવારે સવારે 11 વાગ્યાની આસપાસ વાડા પરત જવા માટે તેણે એક ગાડીને રોકી હતી. આ કારથી થોડે દૂર ગયા બાદ કારમાં સવાર આરોપીઓએ તેને ટોર્ચર કરવાનું શરૂ કરી દીધું હતું. તેણીએ વિરોધ કરતાની સાથે જ
તેઓએ 10 વર્ષની બાળકીને ગાડીની બહાર ફેંકી દીધી હતી. આ મહિલા બાળકીને બચાવવા માટે ગાડીમાંથી કૂદી ગઈ હતી.

આ સમાચાર પણ વાંચો:  મુંબઈ શહેરની અંડરગ્રાઉન્ડ મેટ્રોનું ટ્રાયલ રન શરૂ થયું, જુઓ પહેલો વિડીયો.

તે જ સમયે, હાઇવે પરથી આવેલી ટ્રાફિક પોલીસે ઇકો કાર ચાલકની અટકાયત કરી હતી અને તે જ કારે ઇજાગ્રસ્ત મહિલા અને તેના બાળકને તુલિંજની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. પરંતુ તે પહેલા તેના બાળકનું મોત થઈ ગયું હતું.

આ અંગે વિરારના માંડવી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસે ઈકો કાર ચાલકની અટકાયત કરી છે. દરમિયાન, પીડિતાએ આપેલા પ્રારંભિક નિવેદનમાં, તેણે જણાવ્યું હતું કે કારમાં તેની છેડતી કરવામાં આવી હતી અને તે કારમાંથી કૂદી ગઈ હતી. જોકે પાછળથી મહિલાએ પોતાના સ્ટેટમેન્ટમાં કશો બદલાવ કર્યો છે.

Mega Block:રવિવારે મધ્ય રેલવે દ્વારા થાણે અને કલ્યાણ વચ્ચે મેગા બ્લોક.
Mumbai airport news: મુંબઈ એરપોર્ટ પરથી નકલી પાસપોર્ટ સાથે બે વિદેશીઓની ધરપકડ
Mumbai drug bust: વસઈમાં 8 કરોડની કિંમતના હેરોઈન સાથે રાજસ્થાનના ત્રણ શખ્સોની ધરપકડ
Adani Electricity:અદાણી ઇલેક્ટ્રિસિટી નવરાત્રી અને દુર્ગા પૂજા પંડાલ માટે સરળતાથી કનેક્શન અને રાહતદરે વીજળી આપશે
Exit mobile version