Site icon

વરલીની આરે ડેરીની જમીનનો હિસાબ થઈ ગયો : આખી દૂધની ફૅક્ટરી તોડવામાં આવશે અને આ બનશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 1 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

મુંબઈના રમણીય વરલી સી-ફેસને મુખ્ય સ્થળ માનવામાં આવે છે. આ વિસ્તારમાં જાણીતા નેતાઓ, અભિનેતાઓ અને ખેલાડીઓ રહે છે. અહીં વરલીની જાણીતી ૬૦ વર્ષ જૂની ડેરી છે. જેનું સ્વરૂપ હવે બદલાઈ જશે. વરલી-સી ફેસ પ્રાઇમ લોકેશન હોવાથી ડેરીની ૧૫ એકરની જમીન ઉપર કેટલાક બિલ્ડરોની નજર હતી. જોકે હવે વરલી ડેરીની જમીનનો હિસાબ થઈ ગયો છે. આ જમીન નગર વિકાસ વિભાગને સોંપવામાં આવશે.

મુંબઈ મહાનગરપાલિકાનો ગજબ કારભાર : ખર્ચ પાંચ વર્ષ પહેલાં કર્યો અને પ્રસ્તાવ છેક હવે!

વરલી ડેરીના પરિસરને મહારાષ્ટ્ર સરકારે સુંદર બનાવવાનો નિર્ણય લીધો છે. જ્યાં મરીન રિસર્ચ સેન્ટર, વિશ્વ સ્તરીય માછલીઘર અને એક ઑડિટોરિયમ બનાવવાની યોજના છે. 15 એકરમાંથી અંદાજે 10 એકરની જમીન પર આ બધી યોજનાઓ સાકાર થઈ શકે છે. આરક્ષણમાં બદલાવ કરીને આ જમીન પશુ સંવર્ધન વિભાગે નગર વિકાસ વિભાગને સોંપી છે. આગામી દિવસોમાં રાજ્ય MRTP (મૉનૉપૉલીઝ ઍન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રૅક્ટિસિસ) અધિનિયમ 37(1) હેઠળ સાર્વજનિક અધ્યાદેશ રજૂ કરાશે. જેના માધ્યમથી લોકોનાં સૂચનો અને ફરિયાદો મગાવવામાં આવશે. બાકી રહેલી 5 એકર જમીન ડેરી આયુક્ત કાર્યાલય માટે રાખવામાં આવશે અને ડેરીનું કુર્લામાં સ્થળાંતર થશે.

Mumbai Bomb Threat Accused Tracked: મુંબઈની શાળાઓ અને મેટ્રોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિ પકડાયો: ગુજરાત પોલીસની કસ્ટડીમાં છે આરોપી.
Mumbai Local Train ‘Maskman’ Caught: ટ્રેનમાંથી કૂદીને ભાગતો ‘માસ્કમેન’ ઝડપાયો; ₹૭.૯ લાખનું સોનું જપ્ત.
Mumbai Terror Propaganda Racket Busted: એન્જિનિયરિંગનો વિદ્યાર્થી એટીએસની ગિરફ્તમાં.
Mumbai Airport Customs Seizes Drugs and Diamonds: ₹48 કરોડનો ડ્રગ્સ અને હીરા-ઝવેરાતનો જથ્થો જપ્ત.
Exit mobile version