Site icon News Continuous Bureau | Mumbai

Worli Drugs Racket। વરલીમાં સરકારી શેડ પાછળ ખુલ્લેઆમ ગાંજાનું વેચાણ ડ્રગ્સ રેકેટ સક્રિય હોવાના ગંભીર આક્ષેપો

Worli Drugs Racket। મુખ્યમંત્રી અને મુંબઈ પોલીસની ડ્રગ્સ વિરૂદ્ધની 'ઝીરો ટોલરન્સ' નીતિ વચ્ચે હાઈપ્રોફાઈલ વરલી વિસ્તારમાં ચાલતા કાળા કારોબારથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

Worli Drugs Racket। વરલીમાં સરકારી શેડ પાછળ ખુલ્લેઆમ ગાંજાનું વેચાણ ડ્રગ્સ રેકેટ સક્રિય હોવાના ગંભીર આક્ષેપો

Worli Drugs Racket। વરલીમાં સરકારી શેડ પાછળ ખુલ્લેઆમ ગાંજાનું વેચાણ ડ્રગ્સ રેકેટ સક્રિય હોવાના ગંભીર આક્ષેપો

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Worli Drugs Racket। મુખ્યમંત્રી અને મુંબઈ પોલીસ પ્રશાસનના આદેશથી સમગ્ર મુંબઈ અને મહારાષ્ટ્રમાં ડ્રગ્સ માફિયાઓ વિરૂદ્ધ ‘ઝીરો ટોલરન્સ’ નીતિ હેઠળ કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ કડક કાર્યવાહી વચ્ચે પણ દક્ષિણ મુંબઈના હાઈપ્રોફાઈલ વરલી વિસ્તારમાં ખુલ્લેઆમ ગાંજાનું વેચાણ થતું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. સ્થાનિક નાગરિકોના આક્ષેપો બાદ આ વિસ્તારમાં રાજકીય પીઠબળ ધરાવતું ડ્રગ્સ રેકેટ સક્રિય હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

જનપ્રતિનિધિઓના ફંડમાંથી બનેલા શેડનો દુરુપયોગ

સ્થાનિક રહીશો પાસેથી મળતી માહિતી મુજબ, વરલીના ખાન અબ્દુલ ગફાર ખાન રોડ વિસ્તારમાં એક મહિલા દ્વારા ખુલ્લેઆમ ગાંજા અને કેફી પદાર્થોનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. ચોંકાવનારી બાબત એ છે કે, આ ગેરકાયદેસર ધંધો ધારાસભ્ય અને સાંસદ ફંડમાંથી સામાન્ય જનતાની સુવિધા માટે બનાવવામાં આવેલા બે લોકઉપયોગી શેડ્સની પાછળથી ચલાવવામાં આવી રહ્યો છે, જેના કારણે સ્થાનિકોમાં વ્યાપક આક્રોશ ફાટી નીકળ્યો છે.

એનડીપીએસ એક્ટ હેઠળ અગાઉ જેલ જઈ ચૂકેલો સપ્લાયર સક્રિય

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ડ્રગ્સ નેટવર્ક પાછળ એક સ્થાનિક સક્રિય કાર્યકર્તાનો હાથ હોવાની આશંકા છે, જે આ મહિલાને નશીલા પદાર્થો સપ્લાય કરે છે. આ મુખ્ય સપ્લાયર વિરૂદ્ધ ભૂતકાળમાં પણ એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ કેસ નોંધાયેલો છે અને તે જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે, જે ગત વર્ષે જ જામીન પર બહાર આવ્યો છે. પોલીસ અને કાયદાની પકડથી બચવા માટે આ નેટવર્કના મુખ્ય સૂત્રધારે એક વરિષ્ઠ નાગરિક મહિલાને આગળ કરી છે, જેથી પોલીસ રેડ પાડતા કે કાનૂની પગલાં લેતા અચકાય.

ઘાટકોપરની જેમ વરલીમાં પણ બુલડોઝર એક્શનની માંગ

આ મામલો સામે આવ્યા બાદ હવે સ્થાનિક સ્તરે અને સંબંધિત વર્તુળોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. વરલીના નાગરિકો માંગ કરી રહ્યા છે કે, જે રીતે મુંબઈના અન્ય વિસ્તારોમાં (જેમ કે ઘાટકોપરમાં) પોલીસ અને બીએમસીની (BMC) ટીમે સાથે મળીને પ્રતિબંધિત વસ્તુઓ, ઈ-સિગારેટ અને ગેરકાયદેસર ધંધાઓ વિરૂદ્ધ કડક બુલડોઝર એક્શન લીધું હતું, તેવું જ આકરૂં અભિયાન વરલી સહિત આખા મુંબઈમાં ચલાવવું જોઈએ. હજારો યુવાનો, વિદ્યાર્થીઓ અને પરિવારોના ભવિષ્યને બરબાદી તરફ ધકેલતા આ ડ્રગ્સના કારોબારીઓ અને સપ્લાયરો વિરૂદ્ધ વરલી પોલીસ અને નર્કોટિક્સ સેલ તાત્કાલિક કડક પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.

👉 આ સમાચાર વાચો:
BMC Parel Demolition। પરેલમાં ચોમાસાની તૈયારીઓમાં અડચણરૂપ કોન્ટ્રાક્ટરના ૮ દબાણો જમીનદોસ્ત, MMRDA ને ભારે દંડ

Manpada Police Trace Lost Mobiles માનપાડા પોલીસની સરાહનીય કામગીરી અધધ ₹4.84 લાખના 32 ગુમ થયેલા મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત સોંપ્યા
Naupada Housebreaking Case નૌપાડામાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો CCTV ફૂટેજના આધારે 2 રીઢા ચોર ઝડપાયા, અન્ય ગુનાઓનો પણ પર્દાફાશ
Knife Attack Kalina કાલિનામાં ઓનલાઇન ગેમિંગ વિવાદમાં યુવક પર છરી વડે જીવલેણ હુમલો પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીઓની કરી ધરપકડ
Hundreds Of Fish Die In Banganga Tank પિતૃપક્ષ દરમિયાન બાણગંગા તળાવમાં સેંકડો માછલીઓના મોત પાલિકાની તાકીદની બેઠક…
Exit mobile version